સિહોરના ગુંદાળા વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે પરપ્રાંતિય શખ્સ ઝડપાયો

116

SOG એ રૂપિયા ૫૬,૪૦૦/-ની કિંમતનો ગાંજો કબ્જે કર્યોઃ એક આરોપી નાસી છુટવામા સફળ
ભાવનગર સ્પેશ્યિલ ઓપરેશન ગૃપ પોલીસની ટીમે પ્રતિબંધિત કેફી દ્રવ્ય ગાંજાનુ ગેરકાયદે વેચાણ-સંગ્રહ કરતાં શખ્સને સિહોર માથી ઝડપી લીધો હતો જયારે એક આરોપી ફરાર થઈ ગયો હતો.
સમગ્ર બનાવ અંગે ભાવનગર એસઓજી કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર આજરોજ ટીમ ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ પર હોય એ દરમ્યાન બાતમીદારે ચોક્કસ બાતમી આપી હતી કે સિહોરમાં આવેલ ગુંદાળા વિસ્તારમાં એક શખ્સ માદક પદાર્થો નું છડેચોક વેચાણ કરે છે જે હકીકત આધારે બાતમીદારે આપેલ સ્થળપર ખરાઈ કરતાં એક પરપ્રાંતિય શખ્સ નવિન બિલેશ્ર્‌વર રાજપૂત ઉ.વ.૩૪ રે.મૂળ વતન ઝારખંડ વાળો ગાંજા નું વેચાણ કરતાં મળી આવ્યો હતો જેનાં કબ્જા તળેથી ૫.૧૧૦/-કિલો ગ્રામ સૂકો ગાંજો કિંમત રૂ,૫૬,૪૦૦/-સાથે ઝડપી લીધો હતો જયારે સુધીર નામનો શખ્સ નાસી છુટ્યો હતો આથી એસઓજી ના જવાનોએ આરોપી તથા મુદ્દામાલ સાથે સિહોર પોલીસને હવાલે કરી ગાંજાનો જથ્થો પરિક્ષણ અર્થે એફએસએલ માં મોકલી બંને આરોપીઓ વિરુદ્ધ નાર્કોટીક એકટ્‌ હેઠળ ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી હતી.

Previous articleડો.દીપલ જોષીએ કોરોનામાં સગર્ભા હોવાં છતાં કોરોના વોરિયર્સ તરીકે કામગીરી બજાવી
Next articleવીર સાવરકર પ્રાથમિક શાળા નં.૮મા માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી નોટબુક વિતરણનો પ્રતિકાત્મક કાર્યક્રમ યોજાયો