ખેડૂત વિરોધી નીતિના નિર્ણયના વિરોધમાં ઘોઘામાં કોંગ્રેસના ધરણા, આવેદન અપાયું

829
guj27418-2.jpg

ગુજરાતમાં ભાજપ સરકાર વારંવાર ખેડૂતો વિરોધી નીતિ અપનાવે છે. જેમાં ખાતર ડીઝીલ ઉંચો વેટ વસુલ કરતા અને તેની સામે પોષણક્ષમ ભાવો નહીં મળતા ખેડૂતોની બદહાલત થઈ છે. જેમાં કપાસ, મગફળી, ડુંગળી-બટાકા જેવા પાકોને ટેકાના ભાવ ના આપીને ખેડૂતોને આર્થિક પાયમાલી તરફ ધકેલી દીધા છે. ખેડૂતોને મળતી વિજળીમાં સતત મુકાતો વિજળી કાપ ખેતી માટે મુશ્કેલી થઈ ગયો છે સાથે સુજલામ સુફલામ તથા બોરીબંધમાં ભ્રષ્ટાચાર તેમજ સિંચાઈનું પાણી નહીં મળતા અને નીલગાય, ભુંડ થકી પાકને નુકશાન જેવા અનેક મુશ્કેલીઓથી ખેડૂતો પીસાઈ રહ્યાં છે અને સરકારને કોઈ દરકાર નથી ત્યારે કોંગ્રેસ દ્વારા ધરણા કરી આવેદનપત્ર આપી ખેડૂત વિરોધી સરકારને રજૂઆત કરવામાં આવી. જેમાં ભાવનગર જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ સંજયસિંહ ગોહિલ (માલપર), ઘોઘા તાલુકા કોંગ્રેસ પ્રમુખ રેવતસિંહ ગોહિલ, કારોબારી ચેરમેન વિરભદ્રસિંહ ગોહિલ, માજી તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ વાઘેલા, મહેન્દ્રસિંહ ગોહિલ નવાગામ, તાલુકા પંચાયત સદસ્ય મુકેશભાઈ ગોહેલ, વિરમદેવસિંહ ગોહિલ, ચંદુભા ગોહિલ, ઘોઘા સરપંચ અંસારભાઈ રાઠોડ, તગડી સરપંચ પરેશભાઈ માંગુકિયા, વાવડી સરપંચ મહેન્દ્રસિંહ ગોહિલ, બાડી સરપંચ યોગરાજસિંહ, અવણીયા સરપંચ ભરતસિંહ, મોરચંદ સરપંચ લગધીરસિંહ, કુકડ સરપંચ કુમારપાલસિંહ ગોહિલ, હરેશભાઈ ગાંધી, યુવરાજસિંહ માલપર, રામદેવસિંહ મોરચંદ, વાલુભાઈ ઘોઘા, ભુરાભાઈ, ગફારભાઈ, કૌશરભાઈ, લુકમાનભાઈ, મહમદભાઈ, સ્કીલભાઈ, કાદિરભાઈ સહિત આગેવાનો-કાર્યકરો હાજર રહ્યાં હતા.