મા-બાપને ભુલશો નહીં વલ્લભીપુર ગ્રુપ દ્વારા બપોરના ૧ વાગ્યાથી ૪ વાગ્યા સુધી ખરા તડકામાં તમામ મિત્ર મંડળ દ્વારા હાઈવે ઉપર નિકળતા તમામ વાહનોના મુસાફરોને ઠંડા પાણીના પાઉચનું વિનામુલ્યે વિતરણ કરી લોકોની તરત છીપાવી એક માનવતાનું કાર્ય કરી રહ્યાં છે. હર્ષ વિલા બંગલા પાસે મેઈન હાઈવે રોડ પર લોકોની પાણીની તરસ છીપાવી રહ્યાં છે. મજાની વાત તો એ છે કે આ ગ્રુપમાં ૧૮ થી રર વર્ષના યુવાનો આ કાર્ય કરી રહ્યાં છે. તારીખ રર-૪-ર૦૧૮ થી વિનામુલ્યે ઠંડા પાણીના પાઉચનું વિતરણ કરી રહ્યાં છે અને આ સેવા અવિરત શરૂ રાખવાની નેમ લીધી હોય તેમ ધોમધખતા તાપમાં ઠંડુ પાણી પીવડાવી નાના ભુલકા, અબાલવૃધ્ધ, અબળાની તરત છીપાવવા કટિબધ્ધ એવા મા-બાપને ભુલશો નહીં ગ્રુપ કે જેઓ જનસેવા એ જ પ્રભુ સેવાના સંકલ્પ સાથે કામ કરી રહ્યાં છે માટે લોકો બિરદાવી રહ્યાં છે.