નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા ફેકલ્ટી ડેવલપ સેમિનાર યોજાયો

1295
bvn27418-6.jpg

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા ઈસ્કોન ઈલેવન ક્લબ ખાતે કોલેજની વિવિધ ફેકલ્ટીઓ બીએ, બીકોમ, બીસીએ, બીબીએ, એમ.ફીલ, પીજીડીસીએ, એમ.કોમ., એમ.એ., એમએસડબલ્યુ, ફેશન ડીઝાઈનીંગમાં કાર્યરત અધ્યાપકો માટે એકેડેમિક વર્ષ ર૦૧૮-૧૯ માટે ફેકલ્ટી ડેવલપમેન્ટનો સેમીનાર યોજવામાં આવ્યો હતો. વર્તમાન સમયની શિક્ષણ વ્યવસ્થા આધુનિક અને ફાસ્ટ ડેવલપમેન્ટ ટેકનોલોજીની છે. હાલના સમયમાં વિદ્યાર્થીનીઓને ઉત્તમ ગુણવત્તા સાથેનું શિક્ષણ મળે અને તેનો સ્વ-વિકાસ વિદ્યાર્થીનીઓ કેવી રીતે કરી શકે ? તેમજ વિદ્યાર્થી દરેક ક્ષેત્રમાં પારંગત બને તે જોવાની ફરજ અધ્યાપની હોય છે. નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા ફેકલ્ટી ડેવલપમેન્ટનો કાર્યક્રમ ર સેશનમાં યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ સેશનમાં વિદ્યાર્થી એક આઈનો વિષય ઉપર ભાવનગરના જાણીતા શિક્ષણવિદ્દ ડો.મનહરભાઈ ઠાકરે માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે જ્યારે બીજી સેશનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભદ્રાયુભાઈ વચ્છરાજાનીએ આધુનિક શિક્ષણ પધ્ધતિ વિષય ઉપર અધ્યાપકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમિનારના સમાપન કાર્યક્રમ ભાવનગરના પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાએ ગુરૂ-શિષ્યની પરંપરા વિષય ઉપર માર્ગદર્શન આપ્યું હતું. આ સેમીનારમાં નંદકુંવરબા મહિલા કોલેજની તમામ ફેકલ્ટીના અધ્યાપકો હાજર રહ્યાં હતા.

Previous article લુપ્ત થતા ગીધની જાળવણી નાગેશ્રીના ખેડૂતો આર્થિક બોજ સહન કરીને પણ કરી રહ્યા છે
Next article સવર્ણને લાભો આપવા બિન અનામત આયોગ સક્રિય