આઈપીએલમાં ડ્‌વેન બ્રાવોની ૫૦૦ મેચ પૂરી

30

મુંબઈ ,તા.૧૭
કિરોન પોલાર્ડે સર્વાધિક ૫૬૧ વિકેટ ઝડપી છે અને આ ફોર્મેટમાં મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમનાર ઓલરાઉન્ડરે ૧૧,૧૫૯ રન બનાવવાની સાથે ૨૯૮ વિકેટ પણ ઝડપી છે. સૌથી વધારે ટી૨૦ મેચો રમવાના મામલે ગેઇલ ત્રીજા ક્રમે છે. તેણે ૪૪૫ મેચમાં ૧૪,૨૬૧ રન બનાવ્યા છે અને ૮૨ વિકેટ હાંસલ કરી છે. વેસ્ટ ઇન્ડિઝના સ્ફોટક ઓલરાઉન્ડર ડ્‌વેન બ્રાવોએ કેરેબિયન પ્રીમિયર લીગની (સીપીએલ) ફાઇનલ માટે મેદાનમાં ઊતરતાની સાથે જ રેકોર્ડ સર્જ્‌યો હતો. તેણે પોતાની ટી૨૦ કારકિર્દીની ૫૦૦મી મેચ રમી હતી. આ આંકડા સુધી પહોંચનાર તે વિશ્વનો માત્ર બીજો ખેલાડી છે. આ પહેલાં વિન્ડીઝના અન્ય એક ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડ આ સિદ્ધિ મેળવી ચૂક્યો છે. પોલાર્ડના નામે અત્યારે ૫૬૧ મેચ નોંધાઈ ચૂકી છે. બ્રાવો હવે આઇપીએલ ટી૨૦ લીગના બીજા તબક્કા માટે યુએઇ પહોંચશે અને ક્વોરન્ટાઇનનો સમય પૂરો કર્યા બાદ ધોનીના નેતૃત્વ હેઠળની ચેન્નઇ સુપર કિંગ્સ ટીમ સાથે જોડાઈ જશે. સીપીએલ ૨૦૨૧ની ફાઇનલ પહેલાં ૩૭ વર્ષીય બ્રાવોએ ૪૯૯ ટી૨૦ મેચોમાં ૨૩.૮૭ની સરેરાશથી ૬,૫૬૬ રન બનાવી ચૂક્યો હતો અને તેનો સ્ટ્રાઇક રેટ ૧૨૭નો રહ્યો છે. બોલિંગમાં તેણે ૨૪.૪૧ની સરેરાશથી ૫૪૦ ટી૨૦ વિકેટ ઝડપી છે. તેનો ઇકોનોમી રેટ ૮.૨૧નો છે. તેનો બેસ્ટ સ્કોર ૭૦ રનનો રહ્યો છે. બોલર તરીકે ૨૩ રનમાં પાંચ વિકેટનું તેને બેસ્ટ પ્રદર્શન રહ્યું છે.