સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ખાતે ફુલોનો શણગાર કરાયો

132

ષોડશોપચાર પૂજન અને મારુતિ યજ્ઞ સહીતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા
બોટાદ જીલ્લામાં આવેલ સારંગપુર સુપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં પૂનમ નિમિત્તે ષોડશોપચાર પૂજન તારીખ 20 સપ્ટેમ્બર 2021 ને સોમવારના રોજ કરવામાં આવેલ શ્રી કષ્ટભંજન દેવ દાદાનુ ષોડશોપચાર પૂજન કરી તથા પુષ્પાભિષેક અભિષેક કરવામાં આવેલ તેમજ મંદીરની યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન પણ કરેલ અને કષ્ટભંજન દેવ દાદાને દિવ્ય વાઘાનો તથા દાદાના સિંહાસનને રંગબેરંગી ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવેલ તથા વિશેષ આરતી શ્રી પુજારી સ્વામી દ્વારા જ્યારે વિશેષ શણગાર આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા તથા સંધ્યા આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવેલ આ દિવ્ય દર્શનનો લાભ ઓનલાઇન તથા રૂબરૂ હજારો ભકતોએ નહિ ધન્યતાનો અનુભવી હતી.
તસવીર-વિપુલ લુહાર

Previous articleરાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના ઉમેદવાર બોર્ડની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ચૂંટણીના ખંડ 7માં બિનહરીફ વિજેતા
Next articleનો વેક્સિન, નો એન્ટ્રી ભાવનગર શહેરના 18 જાહેર સ્થળો પર વેક્સિનેશન સર્ટિફિકેટ વગર પ્રવેશ પર પ્રતિબંધનો અમલ શરૂ