રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના ઉમેદવાર બોર્ડની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ચૂંટણીના ખંડ 7માં બિનહરીફ વિજેતા

148

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ મેમ્બર ચૂંટણીના ઉમેદવારોની સ્વામિનારાયણ ગુરુકુલ બોટાદ મુકામે બેઠક યોજાઈ હતી. તેમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ચૂંટણી ઉમેદવાર રવજીભાઈ પટેલ ભરતસિંહ. જી રાઓલજી અને પૂર્વ બોર્ડ મેમ્બર ભાવિંભાઈ ભટ્ટ ની હાજરી માં આ સમયે ગુજરાત માધ્યમિક અને અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ખંડ 7ના વિભાગમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહા સંઘમાંથી વિજયભાઈ ખટાણાને મેન્ડેટ આપેલ. એ સમયે ફોર્મ ચકાસણીને અંતે ખંડ 7 માં માત્ર એક જ ઉમેદવારનું ફોર્મ માન્ય થતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આપેલ મેન્ડેટ વાળા ઉમેદવાર વિજયભાઈ ખટાણા બિનહરીફ વિજેતા જાહેર થયેલા હતા. આમ બિન હરીફ વિજેતા થયેલા વિજયભાઈને બોટાદના શિક્ષકો અને સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા શાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું. તેમજ વિજયભાઈ દ્વારા સંગઠનના કાર્યકર્તાઓ સાથે રહીને પદાધિકારીઓ અને અધિકારીઓની મુલાકાત લઈને આભાર વ્યક્ત કર્યો હતો તેમજ પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા પણ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.આ બેઠક નું સંપુર્ણ આયોજન ગ્રાન્ટેડ અને સરકારી સંવર્ગના અધ્યક્ષ કે.કે પટેલ અને એન એમ જમોડ દ્વારા કરવામાં આવી હતી.
તસવીર-વિપુલ લુહાર,બોટાદ

Previous articleબાળકો માટે ફાઈઝરની રસીને ટૂંકમાં મંજૂરી મળવાની શક્યતા
Next articleસાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ખાતે ફુલોનો શણગાર કરાયો