ભાવનગર મહાપાલિકાની ભરતી માટે આજરોજ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ

115

ભાવનગર મહાપાલિકામાં કુલ ૫૫ ખાલી જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે જેને આજરોજ ૫૧ કેન્દ્રમાં ૬૦૦ બ્લોકમાં ઉમેદવારોએ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં આપી રહ્યાં હતાં.ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કલાસ ૧ અને કલાસ ૨ વિભાગમાં અલગ-અલગ પ્રશ્નપત્ર છે જેમાં ૧૦૦ અને ૨૦૦ માર્ક નું પેપર આપી રહ્યા છે, શાળા અને મહાપાલિકાના આશરે ૧૫૦૦ જેટલા કર્મચારીઓ પરીક્ષા દરમિયાન ફરજ બજાવી રહ્યા છે,ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગાયનેકોલોજિસ્ટ, પીડિયાટ્રીશયન, તબીબી અધિકારી, કાર્યપાલક ઈજનેર, અને નાયબ કાર્યપાલક ઈજનેર(સિવિલ), કાર્યપાલક ઈજનેર(પર્યાવરણ), ના.કા.ઈ, ના.કા. ઈ, ટેકનીકલ આસિસ્ટન્ટ, સેનેટરી સબ ઇન્સ્પેક્ટર સિનિયર ક્લાર્ક વગેરે પોસ્ટ માટે ની ભરતી આજરોજ જુદા-જુદા કેન્દ્ર ખાતે પરીક્ષા યોજાઇ હતી. તમામ કેન્દ્રો ખાતે કોરોનાની સંપૂર્ણ ગાઈડ લાઈન પ્રમાણે પરીક્ષા યોજાઈ હતી.

Previous articleવિજ્ઞાન જ્યોતિ-CSIR- જિજ્ઞાસા અંતર્ગત સ્વતંત્રતા ઉત્સવના અમૃતને ચિહ્નિત કરવા માટે વેબિનર
Next articleભાવનગર શહેર ભાજપ સંગઠન દ્વારા શહેરના તમામ વોર્ડ અને બૂથ દીઠ પુષ્પાંજલિ અર્પવામાં આવી