ભાવનગરની ગવર્મેન્ટ એન્જિનિયર કોલેજમાં પ્રેરક-સંવાદ યોજાયો, એએસપી સફિન હસને માર્ગદર્શન આપ્યું

123

કાર્યક્રમમાં ૨૦૦થી વધુ લોકોએ ભાગ લીધો, તમે જાતે જ તમારો પ્લાન બનાવો, એક નહીં બીજો પ્લાન તૈયાર રાખોઃ સફિન હસન
ભાવનગર શહેરના વિદ્યાનગર ખાતે આવેલી સરકારી ઇજનેરી કોલેજ ખાતે પ્રેરક-સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે જિલ્લાના એએસપી સફિન હસન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગવર્મેન્ટ એન્જિનિયર કોલેજ આયોજીત પ્રેરક-સંવાદ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે એએસપી સફિન હસન દ્વારા માર્ગદર્શન આપ્યું હતું. આ તકે સફિન હસને જણાવ્યું હતું કે, તમે જાતે જ તમારો પ્લાન બનાવો, એક નહીં બીજો પ્લાન તૈયાર રાખો, જેથી ભવિષ્યમાં તમને ખુબજ ઉપયોગી થશે. એક પ્રોફેસરે સવાલ કર્યો હતો કે, હું ગામડાઓમાંથી આવું છું અને ગુજરાતી મીડીયમમાં ભણ્યો છું મારુ આટલું અંગ્રેજી સારું નથી તો તેના જવાબમાં એએસપીએ જણાવ્યું હતું કે, હું પણ ઘો-૧૨ સુધી ગુજરાતી મીડીયમમાં જ અભ્યાસ કર્યો છે અને હું પણ ગામડામાંથી જ આવું છું અને આપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગામડામાંથી આવ્યાં છે. તમે ક્યારે પણ પોતાની જાતને નીચી ન પડવા દયો તમે બધું જ કરી શકો છો. તેના વક્તવ્યથી તમામને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. આ કાર્યક્રમમાં એનએસએસ પ્રોગામ ઓફિસર ડો.હિમાંશુ શ્રીવાસ્તવ, વિવિધ ક્લબના પ્રમુખો, વિદ્યાર્થીઓ, એનએસએસના સ્વયં-સેવકો સહિત ૨૦૦ થી વધુ લોકોએ ભાગ લીધો હતો.

Previous articleદિપોત્સવ પર્વ પૂર્વેના અંતિમ રવિવારે ભાવનગરમાં ખરીદી માટે લોકો ઉમટ્યા
Next articleભાવનગરમાં સરદાર પટેલની જન્મ જયંતિ નિમિતે અનેક વિધ કાર્યકમો યોજાયા