ભાવનગરના પ્રભારી કિરીટસિંહ રાણાએ લીધી BJP કર્યાલય મુલાકાત દરમિયાન આપી પ્રતિક્રિયા

115

શપથવિધિ કે અન્ય કોઈ પ્રસંગે લોકો સાથે મળવાનું થતું હોય તે તેની સાથે કનેક્શન હોવાનું સાબિત થતું નથી તેમ કિરીટસિંહ રાણા : ભારતીય જનતા પાર્ટીના કિરીટસિંહ રાણા કે અન્ય કોઈ આગેવાનો ડ્રગ્સ કેસમાં કોઈ કનેક્શન નહીં
ભાવનગરની મુલાકાતે આવેલા પ્રભારી કિરીટસિંહ રાણાએ એનસીપી નેતા મલિકના આક્ષેપો સામે આપી આકરી પ્રતિક્રીયા, શપથવિધી કે અન્ય પ્રસંગે લોકોને મળવાનું થાય તેનાથી કઈ ડ્રગ્સ કેસમાં કનેકશન હોવાનું સાબીત થતું નથી.દ્વારકા માં પકડાયેલા ડ્રગ્સ કેસમાં રાજકીય નિવેદનોથી રાજકારણ ગરમાયુ છે, ભાવનગરની મુલાકાતે આવેલા પ્રભારી કિરીટસિંહ રાણાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે એનસીપીના મંત્રી નવા મલિક દ્વારા જે આક્ષેપો લગાવવામાં આવ્યા છે તે તદ્દન ખોટા છે મારા જાહેર જીવનમાં અનેક લોકો સાથે મુલાકાત થતી હોય છે ત્યારે ત્યારે કોણે ફોટા પાડ્યા હોય તે મને ખબર નથી પરંતુ જે ડ્રગ્સ કેસમાં આરોપી પકડાયો છે તેમની સાથે મારે કોઈ ઓળખાણ છે નહીં માટે આ આક્ષેપો તદ્દન ખોટા છે એવી પ્રતિક્રિયા આપી હતી.
ભાજપ રાજ્યના પ્રવક્તા અને શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી એ નવાબ મલિક દ્વારા જે ભાજપ ના કિરીટસિંહ રાણા પર ગંભીર ડ્રગ્સ કેસ મામલે નિવેદનો કરવામાં આવ્યા છે તે નકારી કાઢ્યા છે, અને કોંગ્રેસ અને એનસીપીના નેતાઓ એમના સંસ્કારો જોઈ લે, અમારા પૂર્વ મુખ્યમંત્રી દેવન્દ્ર ફડવીસ બરોબર રીતે આવા તત્વો, દેશ દ્રોહી સાથે કોને કબાબ અને બીરિયાની પીરસ્તા હતા, દેશદ્રોહી સાથે રહેનાર કૉંગ્રેસ અને એનસીપી લોકો, અમારા રાજ્યના સિનિયર આગેવાન, મંત્રી કિરીટસિંહ રાણા ભાજપના વિચારો અને સંસ્કારો સાથે જોડાયેલા છે, હાલ ડ્રગ્સ કેસમાં મંત્રીઓને જે રીતે જોડવામાં આવે છે તેને સખ્ત શબ્દોમાં વખોડવામાં આવ્યા હતા. સાથે જણાવ્યું હતું કે વિરોધપક્ષને પણ અનેક લોકો મળતાં હોય છે પરંતુ એનાથી કોઈ આક્ષેપ ફલિત થતા નથી, રાજ્યના પ્રવક્તા એ જીતુભાઈ ચેલેન્જ કરી હતી કે કિરીટસિંહ સાથે નું આવું કનેક્શન સબૂત સાથે ગોતીને લાવે તો અમારું નેતૃત્વ, અમારી સરકાર, અમારી ભારતીય જનતા પાર્ટી એમની માટે તૈયાર છે, ખોટા આક્ષેપો કરવા ખોટી ભ્રમણાઓ ફેલાવી તે કોંગ્રેસ અને એનસીપી ઓનું કામ રહ્યું છે, ભારતીય જનતા પાર્ટી પર હંમેશા લોકોના આશીર્વાદ રહ્યા છે તે વિરોધીઓ શાખી શકતી નથી માટે આવા આક્ષેપો કરે છે,

Previous articleભાવનગરમાં જલારામ મંદિરે સાદગીપૂર્ણ ઉજવણી, રક્તદાન કેમ્પ, બી.પી અને ડાયાબિટીસ તપાસ કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાયા
Next articleભાવનગરની શેઠ એચ.જે. લો કોલેજ ખાતે લીગલ સર્વિસ ડે નિમિત્તે મુટ કોર્ટ કોમ્પીટીશન યોજાઈ, ૭૫ લોકોએ ભાગ લીધો