શાકભાજીના ભાવ આસમાને : પેટ્રોલ-ડીઝલ કરતા શાકભાજી મોંઘા !

105

રીંગણા, કોબી, ફુલાવર, ટમેટા, સરગવો સહિતના શાકએ સદી વટાવી
હાલમાં શિયાળો ચાલું હોવા છતાં છેલ્લા એકાદ પખવાડીયાથી લીલા શાકભાજીનો ભાવ દિનપ્રતિદિન આસમાને પહોંચી ગયો છે અને પેટ્રોલ-ડીઝલ કરતા પણ શાકભાજીનો ભાવ મોંઘો થઇ જવા પામ્યો છે પરિણામે ગૃહિણીઓના બજેટ ખોરવાઇ જવા પામ્યા છે. હાલમાં શિયાળાની સિઝન ચાલુ હોય અને લીલા શાકભાજીની ખુબ જ આવક થતી હોય ત્યારે શાકભાજીનો ભાવ ઓછો હોવો જોઇએ તેના બદલે છેલ્લા એકાદ પખવાડીયાથી ખુબ જ ભાવ વધારો થઇ જવા પામ્યો છે. હાલમાં લગ્નગાળાની સિઝન શરૂ હોય તેના કારણે ભાવ વધારો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે પરંતુ હવે લગ્ન સિઝન પૂર્ણ થઇ અને કમુહૂર્તા બેસી ગયા છે છતાં શાકભાજીનો ભાવ ઘટવાનું નામ લેતો નથી. હાલમાં રીંગળા, કોબી, ફુલાવર, ટમેટા, સરગવો સહિતના ૧ કિલોના ભાવ ૧૦૦ રૂપિયા ઉપર થઇ જવા પામ્યા છે. પરિણામે ગરીબ તથા મધ્યમ વર્ગની ગૃહિણીઓ મુશ્કેલીમાં મુકાણી છે અને તેમના બજેટ વિખેરાઇ જવા પામ્યા છે. જો કે, હવે કમુહૂર્તા શરૂ થતાં શાકભાજીના ભાવ ઘટશે તેવી આશા સેવાઇ રહી છે.

Previous articleદિલ્હી ખાતે યોજાનાર 26 જાન્યુઆરી પરેડમાં ભાવનગર સરકારી ઇજનેરી કૉલેજની વિદ્યાર્થીની પસંદગી કરાઈ
Next articleભાવનગર જિલ્લામાં સતત બીજા દિવસે પણ એક સાથે ૪ દર્દીઓ ડીસ્ચાર્જ થયા