સરકારી વિનયન કોલેજમાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે વકૃત્વ સ્પર્ધા યોજાઈ

404

સરકારી વિનયન કોલેજ ભેસાણ માં તા.૧૨/૦૧/૨૦૨૨ ના રોજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે ’વકૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમ ના અઘ્યક્ષ કોલેજના આચાર્યશ્રી ડો. યોગેશકુમાર વી.પાઠક સાહેબે આઝાદી કા અમૃત મહોત્સવ ની વાત કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતુ. આ સ્પર્ધામાં સ્વામી વિવેકાનંદ ના જીવન ચરિત્ર પર આધારિત આ વકૃત્વ સ્પર્ધામાં કોલેજના ૮ વિઘાથીઓએ ભાગ લીધો હતો.જેમાં સ્વામી વિવેકાનંદ યુવાનો પરના વિચારો રજૂ કરતા આત્મવિશ્વાસ,પ્રેમ , દેશભક્તિ , ઘ્યેય પ્રાપ્તિ માટે એકાગ્રતા જેવાં અનેક વિષયો ઉપર વિચારો વ્યકત થયા હતા. આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવાનો રહ્યો છે. પ્રો ડો સચિન જે પીઠડીયા તથા પ્રો ડો સતિષ મેઘાણી સાહેબે દ્વારા સ્વામી વિવેકાનંદ ના વિચારો જેવા કે આત્મ વિશ્વાસ, દેશભક્તિ અને ઘ્યેય પ્રાપ્તિ માટે વ્યક્તિ એ પોતાના પર વિશ્વાસ પર વિચારો વ્યક્ત કર્યાં હતાં.આ કાર્યક્રમ નું સમગ્ર આયોજન અને સંચાલન જ્ઞાનધારા ના કોર્ડીનેટર પ્રો. ડો.સંજય એલ. બંધિયા સાહેબ તથા પ્રો. સતિષ એ મેઘાણી સાહેબ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતુ.
આ તકેવિદ્યાર્થીઓઉપરાંત પ્રો ડો.સરોજબેન.નારીગરા પ્રા.પંકજ સોલંકી સાહેબ, ડો.પ્રો.દિલીપ ગજેરા સાહેબ તેમજ પ્રો પ્રો ડો. પી. વી ગુરનાણી ,પ્રો ડો મહેશ વાઘેલા, લાઈબેરીયન નીતિન ગજેરાસર ,સંગીતાબેન ચૌહાણે આ સંગીત સ્પર્ધા માં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ કાર્યક્રમ ની આભાર વિધિ ડો. અજય એલ જોશી દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં કોલેજના સમગ્ર સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleતળાજાનાં ત્રાપજ ગામે ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જૂનાગઢ દ્વારા ઉજવાયો આઝાદીનો અમૃત મહોત્સવ
Next articleઆજે ભેંસાણના ભાયાણી પાયલનો જન્મ દિવસ