આઝાદી કા અમૂર્ત મહોત્સવ અંતર્ગત ૨૩મો ગુજરાત લિગ્નાઈટ માઈન્સ સેફટી અને સ્વચ્છતા પખવાડિયા ના ભાગરૂપે ઈનામ વિતરણ કાર્યક્રમનું આયોજન ઇસ્કોન ક્લબ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ભારત સરકારના નોર્થ વેસ્ટ ઝોનના ડી.જી.એમ.એસ.ડી.છિદરવાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા, ભાવનગરમાં આજરોજ ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ દ્વારા ૨૩ માં ગુજરાત લિગ્નાઇટ માઇન્સ સેફટી અને સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી અને વિજેતા થનારા લોકોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો, આ પ્રસંગે ડોક્ટર સતીશ છિદરવાર ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ઓફ માઈન સેફટી ખાસ હાજર રહ્યાં હતા આ પ્રસંગે મુરલીધર મિશરા અને મનીષ જયસ્વાલ ખાસ હજાર રહ્યા હતા, સ્વચ્છતા પખવાડિયા દરમ્યાન સારી કામગીરી કરનારાઓનું સન્માન સર્ટિફિકેટ અને મોમેન્ટો આપીને કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમ માં માઇનિંગ સાથે જોડાયેલા અધિકરી તેમજ સ્ટાફ અને અન્ય આગેવાનો પણ હાજર રહ્યાં હતા, ભાવનગર જિલ્લા માં કુલ ૪ કંપની માઇનિંગનું કામ કરવામાં આવી રહ્યું છે જિલ્લા માંથી નીકળતા કોલસા સમગ્ર ગુજરાત મોકલવામાં આવે છે અને તેના કારણે ગુજરાતમાં વીજળીનું વધુ ઉત્પાદન થઇ રહ્યં છે ગુજરાતમાં વીજળીનું વધુ ઉત્પાદન થવાથી ગુજરાત અન્ય રાજ્યો ને પણ વીજળી આપે છે તેમ સતીશ છિદરવાર ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ઓફ માઇન સેફટી અધિકારીએ જણાવ્યું હતું.
















