ભાવનગરના ઘોઘા રોડ પર અકસ્માત નિવારવા ફોર લેન રોડ બનાવવો જરૂરી

298

ઘોઘા રોડ પરથી રોજ હજારો વાહન પસાર થાય છે, વારંવાર થતા અકસ્માત : ઘોઘા રોડ પર આવેલ ખોડીયાર મંદિર સુધી ફોર લેન નહી હોવાથી વાહન ચાલકોને હાલાકી
ભાવનગર શહેરના ઘોઘા રોડ પર આવેલ અકવાડા સહજાનંદ ગુરૂકુળથી ખોડીયાર મંદિર સુધી ફોર લેન રોડ બનાવવા માંગણી ઉઠી છે. આ રોડ પરથી રોજ હજારો વાહન પસાર થાય છે તેથી ટ્રાફીકજામ થતો હોય છે. આ ઉપરાંત વારંવાર અકસ્માતના બનાવ બનતા હોય છે. રોડ પહોળો હોય તો અકસ્માતના બનાવ ઘટી શકે છે અને વાહન ચાલકોને રાહત થાય તેમ છે તેથી તત્કાલ ફોર લેન રોડ બનાવવા માંગણી ઉઠી છે. ઘોઘા રોડ પર આવેલા અકવાડા ગામનો ભાવનગર મહાપાલિકામાં સમાવિષ્ટ કરવાથી મહાનગરની હદ છેક અકવાડાથી આગળ ઘોઘા રોડ, ખોડીયાર મંદિર સુધી લંબાવી છે. ઘોઘા રોડ પર રોજના ૩૦થી ૪પ ગામના વાહનોની આખા દિવસ દરમિયાન ખુબ જ મોટી સંખ્યામાં અવરજવર થાય છે. ખોડીયાર મંદિર સુધી વધતા ટ્રાફીક અને રોજીંદા અકસ્માતને અટકાવવા માટે સહજાનંદ ગુરૂકુળથી ખોડીયાર મંદિર સુધી ફોરલેન રોડ કરવાની તાતી જરૂરીયાત છે. ફોરલેન રોડ કરવાથી અહિં થતા અકસ્માતમાં પણ મોટી સંખ્યામાં ઘટાડો થશે તેમજ ટ્રાફીકના નિયમોનુ પણ વ્યવસ્થિત પાલન થશે તેમજ ઘોઘામાં કાર્યરત રો-રો ફેરી સર્વિસનો લાભ ઉઠાવતા પ્રવાસીઓને પણ આ રોડ બનવાના કારણે ઘણો ફાયદો થશે.
ઘોઘા રોડથી હજારો વાહન ચાલકો પસાર થાય છે અને વારંવાર અકસ્માત થાય છે તેમ છતા મહાપાલિકા દ્વારા કોઈ યોગ્ય પગલા લેવામાં આવતા નથી તેથી વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ બાબતે તત્કાલ યોગ્ય પગલા લેવા વિરાંગના ઝલકારીબાઈ સેવા સંઘના પ્રમુખે તાજેતરમાં મહાપાલિકાના કમિશનરને લેખીત રજુઆત કરી છે. ફોર લેન નહી હોવાથી લોકોની પરેશાની વધી છે.

Previous articleભાવનગર અને બોટાદ જિલ્લા માંથી ૨૦૦ થી વધુ હજ યાત્રીઓ હજ પઠવા જશે, રસીકરણ કેમ્પ યોજાયો
Next articleનેશનલ હેરાલ્ડ કેસ સંદર્ભે મનહર પટેલ દ્વારા ભાવનગર ખાતે પ્રેસ કોન્ફ્રેન્સ યોજી