ખેડૂત આગેવાન દશરથસિંહ એ ડિઝલ સબસિડી ની રજૂઆત કરતા કેન્દ્ર સરકારે લીધો નિર્ણય ખેડૂતોને પણ મળી શકે ડિઝલ માં સબસિડી

24

કિસાન એકતા સમિતિ અધ્યક્ષ દશરથસિંહ ગોહિલ તણસા એ તારિખ ૧૯/૦૫/૨૦૨૨ ના રોજ સરકાર ને પત્ર લખીને માં પત્ર લખીને માંગ કરી હતી કે ખેતી કરતા ખેડુતો ને પણ સાગર ખેડુ ની જેમ ડિઝલ માં સબસિડી આપવામાં આવે સરકાર શ્રી દ્વારા દશરથસિંહ ગોહિલ તણસા ની રજૂઆત ને ધ્યાન માં રાખી ને કેન્દ્ર સરકારે ખેડૂતો ને ડિઝલ માં સબસિડી આપવા નો નિણર્ય લીધો છે ત્યારે દશરથસિંહ ખેડૂત નેતા એ પણ કેન્દ્ર સરકાર નો આ નિણર્ય આવકાર્ય છે પરંતુ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આવી કોઇ જ અમલવારી કે સતાવાર જાહેરાત કરવામાં આવી નથી એની સામે “યુપી” તથા બિહાર અને હરિયાણામાં ડિઝલ સબસિડી ની જાહેરાત થય હોય તો ગુજરાત સરકાર કેમ કોય નિર્ણય લેતી નથી સંવેદનશીલ સરકાર હોય તો ખેડુતો ની સાથે ઉભા રહી ને ખેડુતો ને પડતી મુશ્કેલીનો હલ કરવા ને બદલે ચુપ કેમ છે ગુજરાત સરકાર. ગુજરાત માં પહેલા થી જ ડિઝલ માં સબસિડી પ્રથા ચાલુ છે જેમ કે સાગર ખેડુ તો જગત નું પેટ નો ખાડો પુરનાર જગત ના તાત ને ડિઝલ સબસિડી આપવામાં કેમ વિલંબ થાય છે? સાગર ખેડુ ને દરિયો ખેડવા જ ડિઝલ અપાય છે એ સારી વાત છે તો ખેડુતો ને ખેતર ખેડવા કેમ ડિઝલ ની સબસિડી રાજ્ય સરકાર આપતી નથી ગુજરાત સરકાર ગુજરાત ના ખેડુતો ને એક વિઘે ૧૦ લિટર અને વર્ષ દરમિયાન પાંચ વાર આપવા માં આવે તો મારો અનુભવ કહે છે કે આગામી દિવસોમાં ત્રીપાખીયા જંગ મા સત્તાપક્ષ ને ચોક્કસપણે લાભ થાય. ગુજરાત ના ખેડુતો ને ખેડાણ થી લય લણણી સુધી ની ટ્રેકટર વાપરશુ માં ખેડૂત ને એક વિઘે ઓછામાં ઓછું વિસ (૨૦) લીટર ડીઝલ જોઈએ છે જો ગુજરાત સરકાર સત્વરે નિર્ણય કરે ગુજરાત ના ખેડુતો વતી અમારી લાગણી અને માંગણી છે.
રિપોર્ટ મૂળશંકર જાળેલા…

Previous articleભાવનગર માર્કેટિંગ યાર્ડના વેપારી એસોસીએશનના સહકારથી માર્કેટિંગ યાર્ડ ખાતે કોરોના વેક્સિન કેમ્પનું સફળ આયોજન.
Next articleભાવનગર ના ક. પરા માં આવેલ પૌરાણિક રાંદલ માતાનાં મંદિરે શ્રાવણ માસ નાં પ્રથમ રવિવારે માતાજી નો (જગન) ઉત્સવ ઉજવાયો