દેશભક્તિ સાથે શિવભક્તિનું સાયુજ્ય સધાયું
ભારતને આઝાદીના પર્વ એવાં સ્વાતંત્રતા દિને ભાવનગર ખાતે આવેલું પુરાતન અને રાજાશાહી વખતનું મહાલક્ષ્મી માતાના મંદિર ખાતે આવેલ શિવલિંગને ત્રિરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. આજે શ્રાવણના પવિત્ર સોમવારે ભાવિક ભક્તો શિવ ભક્તિમાં લીન થવા સાથે રાષ્ટ્ર ભક્તિમાં તરબોળ થયાં હતાં. મંદિરમાં કરવામાં આવેલી આ રોશની ભક્તિભાવને વધુ ઊંડા સ્તર સુધી લઈ જવાં માટે નિમિત્ત બની હતી. મંદિરમાં કરવામાં આવેલી ભારતના રાષ્ટ્રધ્વજના રંગની આ રોશનીને લઈને ભાવિક ભક્તોમાં અનેરો રોમાન્ચ અને ઉમંગ જોવાં મળ્યો હતો. આજના પવિત્ર સોમવારે આઝાદીનું પર્વ જ્યારે ઉજવાઈ રહ્યું છે ત્યારે ભાવિક ભક્તોમાં દેશભક્તિ સાથે શિવ ભક્તિનું સાયુજ્ય સધાયું છે.
















