રાજ્યના ૩૩ જિલ્લામાં દર મહિનાની તા. ૧૪મીએ રક્તદાન કેમ્પ યોજાશે

1781

સ્વૈચ્છિક રક્તદાન માટે મોટાપાયે લોકોમાં જાગૃતિ લાવવા ગુજરાત દેશમાં મોટી પહેલ કરનારું રાજ્ય બનવા જઈ રહ્યું છે. ૧૪મી જૂનનો દિવસ વર્લ્ડ બ્લડ ડોનર ડે’ છે. આ દિવસથી ગુજરાતના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરપાલીકામાં મહિનામાં એક વખત સ્વેચ્છિક રક્તદાન કેમ્પ શરુ કરવા સરકારે નિર્ણય લીધો છે. જિલ્લા કલેક્ટરની દેખરેખ હેઠળ આ કાર્યક્રમ યોજવા આદેશ કરાયો છે. આમ, સ્વેચ્છિક રક્તદાન ક્ષેત્રે દેશભરમાં ગુજરાત મોડેલ’ પ્રસ્થાપિત થાય તેવા સંકેત છે. એક અંદાજ મુજબ ગુજરાતમાં દર વર્ષે ૧૨ લાખ કરતા વધુ બ્લડ યુનિટની જરુર છે તેની સામે ઘણી ઓછી માત્રામાં સ્વેચ્છિક રક્તદાન થાય છે. રાજ્યની ૧૩૬ લાઈસન્સ ધરાવતી બ્લડ બેંકમાં કુલ મળી દર વર્ષે સાડા આઠ લાખ બ્લડ યુનિટ એકત્ર થાય છે. હેલ્થ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૧૪મી જૂન ગુરુવારે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે રાજ્ય સરકારનો કાર્યક્રમ યોજાવાનો છે જેમાં સરકાર દ્વારા સ્વેચ્છિક રક્તદાન કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરાશે. સ્વેચ્છિક રક્તદાન માટે લોકોને પ્રેરણા મળે તે હેતુથી આ સમગ્ર કાર્યક્રમની રુપરેખા તૈયાર કરવામાં આવી છે.  નિયત કરેલ કાર્યક્રમ મુજબ દર મહિનાની ૧૪મી તારીખે રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરપાલીકામાં જિલ્લા કલેક્ટરની દેખરેખ હેઠ્‌ળ આવા કેમ્પ યોજાશે. વધુમાં વધુ લોકો સ્વેચ્છિક રક્તદાન કરવા આગળ આવે તેમ સરકારનો ઉદ્દેશ છે. લોકોમાં સ્વેચ્છિક રક્તદાન માટે પ્રથા પાડવા માટે આ કાર્યક્રમ સિમાચિંરુપ સાબીત થશે. ખાસ કરીને ગરમીની સિઝનમાં રક્તદાન કરતા વોલિયન્ટર્સમાં ઘટાડો થતો હોય છે. આ કારણે ગરમીના ચાર મહિના દરમિયાન લોહીની અછત ઊભી થતી હોય છે. ખાસ કરીને થેલેસેમિયાના દર્દીઓને નિયમિત બ્લડની જરુર પડતી હોય છે.

Previous articleસમયનું ભાન રાખીએ તો સ્વપ્ન સાકાર થાય : બાલકૃષ્ણ દોશી
Next articleગુજરાતમાં છેલ્લા ચાર દિવસમાં એરફોર્સનું બીજુ જગુઆર પ્લેન ક્રેશ