હલુરીયા ચોકમાં વીજપોલ ધરાશાયી

1259

શહેરના હલુરીયા ચોક કૃષ્ણેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ સીગ્નલ લાઈટના થાંભલા પર તંત્ર દ્વારા સ્ટ્રીટલાઈટ ફીટ કરવા જતા વજન થાંભલા પર વધી જતા ધરાશાયી થઈ ગયો હતો. જેના કારણે જીવતા વાયરો રોડ પર પડ્યા હતા અને લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. બનાવની જાણ થતા પીજીવીસીએલનો સ્ટાફ દોડી જઈ વીજલાઈન બંધ કરી પ્રાથમિક કામગીરી હાથ ધરી હતી.

 

Previous articleઘોઘા મામલતદાર કચેરી ખાતે અરજદારોને હાલાકી
Next articleકમલમ ખાતે ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઈ