કમલમ ખાતે ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઈ

1107

આજરોજ પ્રદેશ કાર્યાલય-શ્રી કમલમ ખાતે માન. પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં તથા માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને માન. નાયબ મુખ્યમંત્રીનીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. આજની આ બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પદાધિકારીઓની નિયુક્તિ બાબતે ચર્ચા હાથ ધરવામાં આવી હતી.જેમાં ૯ તાલુકા પંચાયત જેમાં નડીયાદ, ઠાસરા, મહેમદાવાદ, વસો, ધોળકા, નવસારી, ગણદેવી, જલાલપોર, ગરૂડેશ્વર, ખંભાળીયા, રાજપીપળા, મોડાસા, કડીનગરપાલિકાઓ અને ૮ જીલ્લા પંચાયતો પંચમહાલ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, કચ્છ, ગીર સોમનાથ, પોરબંદરતેમજ ૬ મહાપાલિકાનો સમાવેશ થાય છે.

Previous articleહલુરીયા ચોકમાં વીજપોલ ધરાશાયી
Next articleગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોના વાવણીના શ્રીગણેશ