ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચના પી.આઈ. મિશ્રા, પી.એસ.આઈ જાડેજા સહિતની ટીમ દ્વારા આજરોજ સોનગઢ પાલીતાણા રોડ પર આવેલ માનવ સેવા આશ્રમ ખાતે રહેતાં મંદબુદ્ધીનાં આશરે ૨૦૦ જેટલાં વ્યક્તિઓને ભોજન કરાવી કપડાનું વિતરણ કરાયુ હતું. આ સેવાકીય પ્રવૃત્તિને જોઈ પોલીસ તંત્ર પબ્લીકનાં સાચા મિત્ર હોવાનું ઉદાહરણ પુરૂ પાડ્યુ હતું.
















