ટેન્કરથી ઠાલવાતુ કેમીકલ યુક્ત પાણી

1470

ભાવનગર તાલુકા તેમજ ઘોઘા તાલુકા વિસ્તારમાં સાત દેરી પાસે આવેલ સોલ્ટ કંપનીમાં દરરોજ આશરે ૧૫૦૦૦ લીટર જેટલુ કેમિકલ યુક્ત પાણી ટેન્કર મારફતે ઠાલવવામાં આવે છે જેના કારણે બાજુમાં આવેલ ગૌચરની જમીનમાં ચરવા માટે આવતા પશુઓને ભારે નુકશાન થાય છે. તેમજ આ વિસ્તારમાં વિદેશી પક્ષીઓ અને નીલગાય વધારે જોવા મળે છે. આ બાબતે તંત્ર જોગ અને વહેલી તકો યોગ્ય કામગીરી કરી આવા તત્વો સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માલધારી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે.

Previous articleવિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે સિહોર પ્રાંત કચેરીમાં મળેલી બેઠક
Next articleસિહોરમાંથી પાકીટ ચોર મહિલા ઝડપાઈ