ગેરકાયદે દબાણ હટાવ કામગીરી યથાવત

2125

ભાવનગર મહાનગર પાલિકાની અલગ અલગ ૯ ટીમ દ્વારા શહેરભરમાં મેગા ડીમોલેશન હાથ ધરી સવારથી સાંજ સુધીમાં લાખોની કિંમતની સરકારી જમીન દબાણ મુક્ત કરવા સાથો સાથ મોટા પ્રમાણમાં માલ સામાન જપ્ત કર્યો છે.

શહેરમાં છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલ ઓપરેશન દબાણ હટાવો તંત્રએ અલગ અલગ ૯ ટીમ દ્વારા મસમોટા કાફલા સાથે વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે ખડકાયેલ દબાણો પર તુટી પડ્યા હતા કાચા, પાકા બાંધકામો, લારી, ગલ્લા, દુકાનો ઓટલો, સાઈનબોર્ડ કામ ચલાઉ માંડવાઓ ગ્રીલ ફેન્સીંગ, તારફેન્સીંગ સહિતના અસંખ્ય દબાણો પર જેસીબી ફેરવી દેવામાં આવ્યું હતુ. સાથો સાથ બાકડા, લારી, ગલ્લા સહિત મોટી માત્રામાં સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.

સવારમાં શાક માર્કેટમા તવાઈ બોલાવી શાકભાજી, ફળફળાદીનુ વેચાણકર્તા પથરાણાવાળાઓ તેમજ દુકાન બહાર રાખેલ માલ સામાન હટાવવામાં આવ્યો હતો તો બીજી ટીમ દ્વારા માર્કેટ યાર્ડ વિસ્તારમાં બિલાડીની ટોપ માફક ફુટી નીકળેલ લોજ, ઢાબા, પાન માવાના ગલ્લા સહિતના દબાણો દુર કરવામાં આવ્યા હતા બપોરથી સાંજ સુધીમાં વડલા સર્કલથી આર ટી ઓ રોડ જ્લેવર્સ સર્કલ સુધીના રોડ પરના અસંખ્ય દબાણો જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા દબાણ કર્તા આસામીઓને ત્રણથી વધુ વખત લેખીત મૌખીક નોટીસો પાઠવવા છતા દબાણ કર્તા આસામીઓએ સ્વેચ્છાએ દબાણ દુર ન કરતાં તંત્રએ કડક હાથે કામ લીધુ હતું ભાવનગર સાથો સાથ રાજ્યભરના મહાનગરોમાં સુપ્રિમ કોર્ટના આદેશને પગલે કોઈ પણ વ્યક્તિની સેહ શરમ રાખ્યા વિના દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તંત્રના જણાવ્યા અનુસાર શહેરમાં દરેક પ્રકારના દબાણો દુર કરવામાં આવશે.

દબાણો નહી રેઢીયાર પશુઓનો ત્રાસ દુર કરો

છેલ્લા એક સપ્તાહ કરતા વધુ સમયથી શહેરના તમામ વિસ્તારોમાં આવેલ માર્ગો પર રેઢીયાર તથા માલીકીના પશુઓની સખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. મોટા ઝુંડના ઝુંડ રોડની બરાબર વચ્ચે ડેરો જમાવે છે ટ્રાફીકથી ધમધમતા માર્ગો પર આવા પશુઓના કારણે વાહન ચાલકો રાહદારીઓ માટે અસહ્ય સિરદર્દ સમી સમસ્યા બની છે પશુઓના કારણે દરરોજ નાના-મોટા અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે જેમાં પસુઓ તથા રાહદારી વાહન ચાલકોને ગંભીર ઈજાઓ થઈ રહી છે લોકો અત્યારે એક માત્ર માંગ કરી રહ્યા છે કે સમગ્ર શહેરને દબાણ મુક્ત પછી કરજો પ્રથમ પશુઓના ત્રાસમાંથી મુક્ત કરો.

ધંધા રોજગાર છીનવીને કામગીરી શા માટે ?

પાંચ દિવસથી શહેરભરમાં હાથ ધરવામાં આવેલ ડીમોલેશનની કામગીરીને લઈને રોજબરોજ પેટીયુ રળતા ગરીબવર્ગના લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે તેમની પાસે કાયમી આ જીવીકાનું કોઈ માધ્યમ હોતુ નથી આકાશી રોજી રળી પરિવારનો નિર્વાહ ચલાવતા હોય છે ત્યારે તંત્ર દ્વારા આવા લોકોની સ્થિતિ નઝર અંદાજ કરી હાથ ધરાતી કામગીરી લોકોમાં ટીકા પાત્ર પણ બની રહી છે લોકો જણાવે છે કે ગરીબ પથરાણા વાળાઓ માટે કોઈ સ્થાયી આયોજન કરી કામગીરી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.

Previous articleશહેરના શાકમાર્કેટમાંથી તમામ લારી ગલ્લા હટાવતી સીટી ટ્રાફીક પોલીસ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે