ભાવનગર શહેરનાં કુંભારવાડા વિસ્તારમાં ૧૬ દિવસનાં માસુમ બાળકની પાણીના ટાંકામાં નાખી હત્યા કરાઈ હોવાની પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે. પણ પોલીસ ત્રણ દિવસથી બંદોબસ્તમાં હોય બનાવની તપાસ ઠેરની ઠેર રહી છે.
શહેરના કુંભારવાડા કબ્રસ્તાન પાસે રહેતા અનીલભાઈ પરમારનાં ૧૬ દિવસના પુત્ર યુવરાજની પાણીનાં ટાકામાં નાખી હત્યા કરાઈ હતી બનાવ અંગે બાળકની માતો તેની જેઠાણી વિરૂધ્ધ ઈર્ષા અદેખાઈ અને વાંરવારના ઝગડાથી તેણીએ બાળકની હત્યા કરી હોવાની બોરતળાવ પોલીસ મથકમાં ફરીયાદ આપી છે બનાવને આજે ત્રણ દિવસ વીતી ગયા છે છતાં પોલીસ દ્વારા બનાવની કોઈ તપાસ આગળ ધપાવવામાં આવી નથી ભાવનગરનાં આજે ઉપરાષ્ટ્રપતિ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો ખાતમુર્હુત પ્રસંગે આવવાના હોય તમામ પોલીસ ત્રણ દિવસથી બંદોબસ્તમા વ્યસ્ત હતી જેથી તપાસ ઠેરની ઠેર રહેવા પામી હતી.
















