દામનગરમાં યુવાનો દ્વારા સ્મશાનમાં શ્રમયજ્ઞ કરાયો

965

દામનગરના યુવાનો દ્વારા સ્મશાનમાં શ્રમયજ્ઞ શનિવારના સવારથી શહેર ના દરેક સમાજના યુવાનો દ્વારા શ્રમદાન રત્નકલાકારો વેપારીઓ ઉદ્યોગપતિ ખેડૂત કર્મચારીઓ સહિત ગરીબથી લઈ તવંગર સર્વકોઈએ હોંશ ભેર દામનગર શહેરના સ્મશાન સંકુલમાં શ્રમદાન કર્યું હતું અદમ્ય ઉત્સાહ સાથે દામનગર શહેર ના બ્રહ્મસમાજ જેન મહાજન વણિક સમાજ પટેલ સમાજ ઠાકોર સમાજ માલધારી સમાજ ક્ષત્રિય સમાજ  દલિત સમાજ સહિત વિવિધ સમાજના સ્વૈચ્છિક સંગઠનો યુવક મંડળો આ શ્રમયજ્ઞ માં જોડાયા હતા દામનગર શહેરના  પરમધામ સંકુલ અવાર નવાર સફાઇ  સુંદરતા વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો સામુહિક રીતે કરી ઉમદાઉદરણ રૂપ કામ કરાય છે નગરપાલિકા તરફથી વિના મૂલ્યે યાંત્રિક સાધનો ની સગવડો અને શ્રમદાની યુવાનો સંકલન દ્વારા સુંદર કાર્ય થઈ રહ્યું છે

Previous articleકુંભારવાડા વિસ્તારમાં થયેલ બાળકની હત્યાની તપાસ ઠેરની ઠેર
Next articleજાતિ આધારિત રાજનીતિ દૂર કરવી આવશ્યક : વેંકૈયા નાયડુ