તળાજા તાલુકાના બોરડા ગામે આવેલ શાળા ખાતે ૧પ ઓગષ્ટની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રેસ મિડીયા પ્રતિનિધિ મથુર ચૌહાણના પુત્ર અલ્પેશ ચૌહાણને જય જનની બાળ પત્રકાર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.
પ્રખ્યાત જય જનની સ્કુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્વાતંત્ર્ય દિન નિમિત્તે દેશ ભક્તિ અને શહીદો માટે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આખા વર્ષમાં દરેક નિબંધ સ્પર્ધા અને લેખન સ્પર્ધા યોજાઈ છે. જેમાં જય જનની વિદ્યાલયનો વિદ્યાર્થી અલ્પેશ ચૌહાણને સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના પર્વમાં નગરપાલિકાના માજી પ્રમુખના પતિ અરવિંદભાઈ મેર, તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા પંચાયતના સભ્ય આગેવાનો પત્રકારો અધિકારી શાળા સંચાલક ભાવેશભાઈ કોરડયા અને વિશાળ વાલીઓ અને સ્ટાફની હાજરીમાં તળાજામાં પ્રથમ બાળ પત્રકાર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. બોરડા અને તાલુકા જિલ્લા અને સમાજનું નામ રોશન કરવા બદલ અલ્પેશ ચૌહાણ ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.
















