ચિત્રા ખાતે મકાનના છાપરા ઉપરથી બિયરની ચાર પેટી ઝડપાઈ : મહિલા ફરાર

918

શહેરના ચિત્રા વિસ્તારમાં રહેણાંકી મકાનના છાપરા ઉપરથી બોરતળાવ પોલીસ સ્ટાફે રેડ કરી બિયરની પેટી નંગ-૪ ઝડપી લીધી હતી. જ્યારે મહિલા બુટલેગર નાસી જવામાં સફળ રહી હતી.

પ્રાપ્ત વિગત મુજબ, શહેરના ચિત્રા ખાતે આવેલ મામાના ઓટલાવાળી ગલીમાં રહેતા નયનાબેન ઉર્ફે નનુ જેન્તીભાઈ બારૈયાના મકાનના છાપરા પર રાખેલ બિયરના ટીન નંગ-૯૬ કિ.રૂા.૯૬૦૦નો મુદ્દામાલ બોરતળાવ પોલીસ સ્ટાફે રેડ કરી ઝડપી લીધો હતો. જ્યારે નયનાબેન ઉર્ફે નનુ બારૈયા નાસી જવામાં સફળ રહી હતી. બનાવ અંગે બોરતળાવ પોલીસે પ્રોહિ.ની કલમો મુજબ ગુનો નોંધી વધુ તપાસ એચ.જે. મકવાણાએ હાથ ધરી છે.

Previous articleશું ? પોલીસ માટે કાયદો અલગ હોય છે ?
Next articleભુગર્ભ જળ સંગ્રહ અને મોલાત માટે ભરપૂર ફાયદાકારક વરસાદ