સ્કાઉટ-ગાઈડના ૪૯૦ વિદ્યાર્થીઓએ સૈનિકોની રક્ષા કાજે રાખડી મોકલાવી

1219

આપડે જયારે ઉત્સવો ઉજવતા હોઈએ છીએ ત્યારે દેશના સમાડાઓ પર તમામ વિષમ પરિસ્થિતી વચ્ચે પરિવારથી દુર સૈનિકો પોતાની ફરજ બજાવતા હોય છે. દેશ વાસીઓ આ સેનીકોની સેવા અને  દેશપ્રેમની કદર કરે છે અને સમગ્ર દેશ તેમની સાથે છે તેવી પ્રતિતિ કરાવવી પ્રત્યેક નાગરિકની ફરજ છે અને આજ ઉમદા હેતુ સાથે ભાવનગરના ૪૯૦ સ્કાઉટ ગાઈડ, રોવર-રેન્જરે રાખડી મોકલી રક્ષાબંધનની શુભેચ્છા વ્યકત કરી છે.

ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ-ગાઈડ સંઘ દ્વારા હર્ષલ પુષ્કર્ણા દ્વારા ચાલતી સિયાચીન અવરનેસ ડ્રાઈવ અને એક રાખી ફૌજી કે નામ અભિયાનમાં જોડાઈને ભાવનગરના ૪૯૦ વિદ્યાર્થીઓએ ૪૯૦ રાખડી તથા પત્રો સૈનિકોને મોકલ્યા છે. ભાવનગરમાંથી આ પ્રમાણે એક સાથે ફૌજીઓને રાખડી મોકલવાની કદાચ આ પ્રથમ ઘટના છે.

Previous articleઅલ્ટ્રાટેક દ્વારા ઉચૈયા ગામે ર૦૦ રોપાનું વિનામુલ્યે વિતરણ
Next articleતરણ તાલીમ કેમ્પ યોજાયો