વિદ્યાર્થી, વ્યાયામ અને આરોગ્ય

1890

આરોગ્ય માટે વ્યાયામ, આમ તો દરેક માટે જરૂરી છે. પરંતુ વિદ્યાર્થી માટે વિશેષ ઉપયોગી, જરૂરી અને વધુ ફાયદાકારક છે. આ અવસ્થા કુમળા છોડ જેવી છે. જો કસરતની સુટેવ વિદ્યાર્થીકાળ દરમ્યાન પડી જાય તો જિંદગીભર તેના મીઠાં ફળ, (નિરોગી તન અને મનનાં રૂપે) મળતાં રહે છે. ઉપરાંત આ અવસ્થા દરમ્યાન તનની વદ્ધિ તથા માનસિક વીકાસ સૌથી વધુ અને સારો હોય છે. તેથી જો કસરતનો, બલકે નિયમીત કસરતનો સાથ મળે તો શારીરિક અને માનસિક વીકાસ ઘણો ઝડપથી થાય. સ્કુલ કે કોલેજમાં કરાવવામાં આવતી પી.ટી. કે અન્ય કસરતો કે રમતગમતો ઉપરાંત સ્કુલ બહાર પણ મનપસંદ રમતગમતનો શોખ કેળવવો. ઉપરાંત દોડવાની, જોગિંગ, સ્વીમિંગ ઝડપથી ચાલવું વગેરે અનેક કરસતોમાંથી જે માફક આવે તે નિયમિત કરવી.

આરોગ્યની જાળવણી માટેની તબીબી શાખાઓ જેવી કે એલોપથી, આયુર્વેદિક, નેચરોપેથી વગેરે કુલ દોઢસો કરતાં વધુ સ્વાસ્થ્યની જાળવણી માટેની પદ્ધતિઓ છે. કોઈપણ શાખા વ્યાયામથી આરોગ્ય નથી સુધરતું તેમ નથી કહેતું. બલકે આરોગ્યની જાળવણી માટે જે એક સો કરતાં વધુ ઉપાયો છે. જેમાં યોગ્ય આહાર, શુદ્ધ પાણી, હવા, પુરતી નિદ્રા, વ્યસનમુક્તિ, તાણમુક્તિ, કુદરતી જીવનશૈલી વગેરેમાં વ્યાયામનું મહત્વ ઘણું – ઘણું છે. જુદાં જુદા આસનો, ચાલવું, દોડવું, જોગિંગ, તરવું, જુદી-જુદી આઉટડોર અને ઈન્ડોર ગેમ્સ (કેરમ વગેરે નહીં) વગેરે આપણાં શરીરને માફક આવે તેવી કસરતો નિત્ય અને નિયમીત કરવાથી આરોગ્ય સુધરે વિશ્વ આરોગ્ય સંસ્થાની વ્યાખ્યા પ્રમાણે મનમાં રોગની ગેરહાજરી એ જ આરોગ્ય નથી. પરંતુ તન-મનનાં સ્વાસ્થય સાથે સમાજમાં સ્વસ્થ રીતે સંતુલન જાળવવું (ફિઝીકલ – મેન્ટલ એન્ડ સોસીયલ વેલબિઈંગ) તે ખરૂ આરોગ્ય છે. આ ઉપરાંત આત્મા કે રૂહની સ્વસ્થતા (સ્પીરિચ્યુલહેલ્થ)નો ઉમેરો પણ કરાયો છે. આમ શરીર અને મનની સાથે સમાજમાં ઉત્સાહ, ઉમંગ અને તરવરાટ સાથે આત્માની મજબુતી  સાથેનું જીવન ખરેખરૂ નીરોગી જીવન છે.  (૧) ઉંમર વધે છે સાથે જીવનની ગુણવત્તા (ક્વોલીટી) વધે છે. પ્રયોગ દ્વારા અને આધારભૂત સર્વે દ્વારા સાબિત થયું છે કે જે લોકો નિયમિત વ્યાયામ કરે છે તેમનું આયુષ્ય વ્યાયામ ન કનારા કરતા વધુ હોય છે. ઉપરાંત તેઓ સ્ફૂર્તિ અને ચુસ્તી વધારે જોવા મળે છે. (ર) નિયમિત વ્યાયામ કરનારાઓની રોગપર્તિકારક શક્તિ વધવાથી તેઓને સંક્રામક (ચેપી) રોગો થતાં નથી અથવા ખુબ જ ઓછા પ્રમાણમાં થાય છે અને થાય છે તો તે જલદી મટે છે. અને તેની તીવ્રતા જલી ઘટે છે. ચેપી રોગો ઉપરાંત તાજેતરમાં ચોક્કસપણે સાબિ તથયું છે કે કેન્સર (ખાસ કરીને ફેફસાં, મોટું આંતરડું તથા સ્તન)નું પ્રમાણ પણ આવા લોકોમાં ઘણું જ ઓછું જોવા મળે છે. (૩) શારીરિક રોગો ઉપરાંત નિયમિત વ્યાયામ કરનારા લોકોમાં માનસીક રોગોનું પ્રમાણ સારા એવાં પ્રમાણમાં ઓછું જોવા મળે છે. માનસિક તાણ, હતાશા વગેરે અનેક માનસિક રોગોને મટાડવા કે ઘટાડવા માટે નિયમિત વ્યાયામએ દવા છે. જો કે સાથો સાથ ફેમિલી ડોકટરોની સલાહ પ્રમાણે  જરૂર પડે  તો માનસિક રોગના નિષ્ણાંતને બતાવવું જરૂરી છે. માનસીક રોગને મટાડવા માટે વ્યાય્મ એ એક પૂર ઔષધિ છે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે જો આપના કયારેક બેચેની, ગમગીની અથવા હતાશાની લાગણી થાય તો તુરંત જ ચાલવા નિકળી પડો. બપોરનો ટાઈમ હોય, તડકો હોય કે વરસાદ આવતો હોય તો ઘરમાં ઝડપથી આંટા મારવા માંડો, મોટેભાગે રાહત થઈ જશે. વાતાવતમાં ટેન્શન ઘટાડવાની ગોળીઓ લેવાને બદલે અથવા ટેન્શન ઘટાડવા ધુમ્રપાન, ગુટકા, માવા, દારૂ વગેરેનો આશરો લેવાને બદલે ઉપરોકત સાદો છતાં સચોટ અને આડઅસર વિનાનો ઉપાય જરૂર અજમાવશો. પ્રયોગો દ્વારા સાબિત થયું છે કે વહેલી સવારે સુર્યનેો હુંફાળો તડકો હોય ત્યારે ઝડપથી ચાલતાં ચાલતાં ખૂબ ઉંડા શ્વાસ લેવાથી મનમાં ઉત્સાહ અને ઉમંગ અને તનમાં તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ તુરંત થશે. માટે ખરાબ વ્યસનો કે આડઅસરવાળી ગોળીઓ લેવાની બદલે ઉપરનો ઉપાય લાખ દરજજે સારો છે. અલબત્ત ર૦-રપ મીનીટનો ભાંગ જરૂરી આપવો પડે. (૪) વ્યાયામથી સૌથ્‌ વધુ ફાયદો હૃદયને થાય છે. લોહીનું પરિભ્રમણ વધવાથી હૃદય તથા રકતવાહિનીઓ ઉપરાંત ફેફસામાં  મજૂબત બને છે. શરીરના દરેક કોષોમાં વધુ પ્રાણવાયું મળે છે. હૃદયરોગ (હાર્ટ-એટેક) ખાસ કરીને કોરોનરી ધમનીના રોગો, લોહીનું ઉંચુ દબાણ વગેરે પ્રાણઘાતક રોગો થવાની સંભાવના ઘણી ઘણી ઘટે છે. અને આ વાધિઓ હોય તો તે ઘટવાથી શક્યતા ઘણી વધે છે. તીવ્ર હૃદયરોગથી થતાં (મેસિવ-હાર્ટએટેક) અચાનક મૃત્યુ (સડન ડેથ)નું પ્રમાણ  ઘણું ઘટે છે. લોકોને એકવાર હૃદયરોગનો હુમલો આવી ગયો હોય તેઓ જો સલાહ પ્રમાણે વ્યાયામ કરે તો તેઓને ફરી હુમલો આવવાની શક્યતા ઘટે છે અથવા હુમલાની તીવ્રતા ઘટે છે. વ્યાયામથી હૃદયને થતાં ફાયદાઓ ઘણાં ઘણાં છે જે અત્રે ખૂબ જ ટૂંકમાં વર્ણવ્યા છે.

(એ) લોહીનું દબાણ વ્યાયામથી ઘટે છે. અથવા કેટલાકને મટે પણ છે. જે લોકો બી.પી. કાબુમાં રાખવાની રોજ ૧ ગોળી લેતાં હતાં તેઓને નિયમિત વ્યાયામથી  ડોઝ અડધો થઈ ગયો હતો. કેટલાંકને તો ગોળીની જરૂર જ ન રહી. માત્ર આહારમાં પરેજી તથા વ્યાયામથી બી.પી. કાબુમાં રહે છે. અમેરિકાના જાણીતા હૃદયરોગ નિષ્ણાંત ડો. ડીન-ગોનાં જણાવ્યા મુજબ હૃદયરોગના હુમલા માટે જે અગત્યના ૮-૧૦ પરિબળો જવાબદાર છે તેમાં સૌથી વધુ જવાબદાર પરિબળ બેઠાું જીવન છે. અન્ય પરીબળો, વારસો, મોટી વય, વ્ય્સનો જેવા કે તમાકું, ધુમ્રપાન, વધુ પડતું મેદકાય શરીર, ટેન્શનવાળું જીવન, ચરબી તથા નીમકનો વધું પડતો ઉપયોગ, લોહીમાં વધુ પડતું ચરબીનું પ્રમાણ દા.ત. કલોેસ્ટોલ વગેરે છે. (બી) લોહીનું સરકયુલેશન વધવાથી શરીરના અવયવોને લોહી પુરતા પ્રમાણમાં પહોંચવાથી અનેક ફાયદાઓ થાય છે. (સી) ફેફસા ખૂબ જ મજબૂત બને છે. એટલું જ નહીં પરંતુ સમગ્ર  શ્વસનતંત્ર સારી રીતે કામ કરે છે. જેથી તેને લગતાં રોગો થતાં અટકે છે.  જો કે ક્ષય, ફેફસાનું કેન્સર, ફેફસા ફુલી જવાં વગેરે રોગોમાં વ્યાયામ ન કરવો અને તબીબની સલાહ હોય તો થોડો વ્યાયામ કરવો. (ડી) સાંધા, સ્નાયું તથા હાડકા મજબૂત બને છે. તેને લગતાં ઘણાં રોગો થતાં અટકે છે. (ઈ) શરીરમાં રહેલો વધારાનો મેદ (ચરબી) ઘટે છે. તેથી ૧ ડઝન જેટલા રોગો જેમાં ઘણાં તો પ્રાણઘાતક છે તે થતાં અટકે છે. યુપીમાં તો કહેવત છે. જીતની બડી કમર ઉતની છોટી ઉંમર. આમ ચરબી ઘટવાથી આયુષ્ય વધવાની તકો વધે છે. વધુ વજન ધરાવતાં લોકો વધુ બીમાર પડે છે. (એફ) પાનતંત્ર ચેતનવંતુ બને છે. ભૂખ સારી લાગે છે. પાચન સારૂ થાય છે. ઉપરાંત પાચનતંત્રના ઘણાં રોગો મટે છે. અથવા ઘટે છે.ઉપસંહાર : વ્યાયામને આરોગ્યની દરેક શાખા, દરેક ધર્મ, દરેક દેશ એકી અવાજે ખુબ જ ઉપયોગી (રીપીટ ખુબ જ ઉપયોગી) ગણાવે છે. ફરે તે ચરે એ કહેવત પણ જાણીતી છે. ચાર્લ્સ ડીકન્સ કહેતા ચાલો અને સ્વસ્થ રહો. અંગ્રેજી પત્રકારો ગાંધીજીને વોકરની ઉપમાં આપતા અને કહેતા કે તેઓને ચાલવાનું વ્યસન થઈ ગયું છે.

– ડો.એસ.એસ. વરતેજી

Previous articleવાજપેયીની સ્મૃતિમાં આજે ૪૦૦થી વધુ મેડિકલ કેમ્પો
Next articleગાયની સેવા-પૂજા માટેનો ઉત્તમ દિવસ ‘બોળ ચોથ’