લોકસભા સાથે ૧૨ રાજ્યમાં વિધાનસભાની ચુંટણી સાથે કરાવો : કાયદા પંચનો રિપોર્ટ

1181

દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવવા અંગે કાયદા પંચે સરકારને પોતાના રિપોર્ટમાં એક સાથે કરવવાના નિર્ણયનું સમર્થન આપ્યું છે અને બંધારણમાં ખાસ સંશોધન કરવા માટેની સલાહ આપી છે. જો કે કાયદા પંચે પોતાના રિપોર્ટમાં કહ્યું કે, અડધા રાજ્યોમાં એક સાથે ચૂંટણી કરાવવા માટે કોઇ પણ બંધારીય સંશોધનની જરૂર નથી. ૧૨ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી સાથે કરાવી શકાય છે.

જ્યારે ૨૦૨૧ના અંત સુધીમાં ૧૬ રાજ્યો અને પુડ્ડુચેરીની ચૂંટણી આયોજિત કરી શકાય છે.

જે સાથે જ ભવિષ્યમાં પાંચ વર્ષમાં દેશમાં માત્ર બે વાર જ ચૂંટણી થશે, જેની અસર જોવા મળી શકશે. આ મુદ્દા પર કાયદા પંચે કહ્યું કે, હાલમાં પંચ એક સાથે ચૂંટણી કરાવવાના બંધારણના તમામ મુદ્દાઓથી વાકેફ છે.

જેના માટે સરકારને બંધારણમાં જરૂરી સંશોધન કરવા માટેની સલાહ આપી છે.આ રિપોર્ટના આધાર પર પંચે લોકસભા અને વિધાનસભામાં ચૂંટણી એક સાથે કરાવવાની વાત પર નિશ્ચિત રૂપે એકમત થયા છે.

જેના માટે બંધારણ અને કાયદામાં ઓછામાં ઓછું સંશોધન કરવાનું રહેશે. કેન્દ્રમાં મોદી સરકાર લાંબા સમયથી એક સાથે ચૂંટણી કરાવવા માટે માંગણી કરી રહ્યું છે. જેના માટે દેશના ખર્ચમાં ઘટાડો અને અને વારંવાર ચૂંટણીના કારણે લોકોના સમયનો પણ બચાવ થશે તેવું માની રહ્યું છે.જો કે કાયદા પંચ તરફથી સરકારને રિપોર્ટ સોંપવામાં આવી છે.

પરંતુ સરકાર તેને માનવા માટે પણ બંધાયેલી નથી. જેના પર જરૂરી સંશોધનની ભલામણ કરી રહ્યું છે. જ્યારે બીજી તરફ ચૂંટણી પંચ તેનો અહેવાલમાં સ્પષ્ટ કરી ચુક્યું છે કે હાલના બંધારણીય જોગવાઇના અનુસાર ચૂંટણી એકસાથે કરાવવી શક્ય જ નથી. જેના માટે સરકારે બંધારણમાં સંશોધન કરવાની આવશ્યક્તા રહેલી છે.

અત્રે નોંધનીય છે કે, એક સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની ભલામણ કરતો ભાજપ પ્રમુખ અમિત શાહ તરફથી કાયદા પંચને પત્ર પણ લખવામાં આવ્યો છે. જેમાં અમિત શાહે દેશમાં થતાં ખર્ચનો આધાર આપ્યો હતો અને તેને અટકાવવા માટે ભલામણ કરી હતી.

Previous articleદુનિયાનો દરેક દેશ આતંકવાદરૂપી સમસ્યાનો સામનો કરે છે : મોદી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે