રાફેલ ડીલ વિવાદ : ૐછન્ની જગ્યાએ અંબાણીની કંપનીને કેવી રીતે મળી ડીલ ? : ફ્રાંસના મીડિયાએ પણ ઉઠાવ્યા સવાલ

806

દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા ફાઈટર પ્લેન રાફેલના ડીલ અને પ્રાઇવેટ સેક્ટરની રિલાયન્સ ડિફેન્સને આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ અંગે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા પણ આ મોદી સરકારના નિર્ણય સામે સતત હુમલાઓ બોલવામાં આવી રહ્યો છે, ત્યારે હવે ફ્રાંસના મીડિયાએ પણ આ ડીલ અંગે સવાલો ઉભા કર્યા છે.

ફ્રાંસના મીડિયા દ્વારા ભારતમાં ચાલી રહેલા રાફેલ ડીલની તુલના ૧૯૮૦ના દાયકાના બોફોર્સ ગોટાળા સાથે કરતા સવાલો ઉભા કર્યા છે. ફ્રાંસના પ્રમુખ અખબાર “ફ્રાંસ ૨૪” દ્વારા કહેવામાં આવ્યું, “અંતમાં કેવી રીતે ૨૦૦૭માં શરુ થયેલી ડીલથી ૨૦૧૫માં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (ૐછન્)ની બહાર કરતા તેની જગ્યાએ પ્રાઈવેટ સેક્ટરની કંપની રિલાયન્સ ડિફેન્સને શામેલ કરવામાં આવી ?”.

ફ્રાંસ ૨૪”દ્વારા લખવામાં આવ્યું કે, “રાફેલ ડીલની શરૂઆત ૨૦૦૭માં ત્યારે થઇ હતી જયારે ભારતીય રક્ષા મંત્રાલય દ્વારા ૨૦૦૭માં પોતાના સૌથી મોટા ટેન્ડર જાહેર કરતા ૧૨૬ મલ્ટી રોલ ફાઈટર વિમાન ખરીદવા માટે પહેલ કરી હતી. રક્ષા મંત્રાલય માટે આ ડીલ એટલા માટે જરૂરી હતી કારણ કે, આ તે સમયે દેશમાં ઉપયોગ થઇ રહેલા રશિયાના ફાઈટર પ્લેન જુના થઇ ગયા હતા અને દેશની રક્ષા સામેના પડકાર પૂર્ણ કરવામાં સક્ષમ ન હતા.

ફ્રાંસના પ્રમુખ અખબાર દ્બારા જણાવવામાં આવ્યું કે, ” આ ડીલ સમયે ભારતનું માનવું હતું કે, આ ડીલથી ભારત સરકારની એરોસ્પેસ અને ડિફેન્સ કંપની ૐછન્ની આધુનિક ક્ષમતામાં વધારો થશે અને તે દેશ માટે ફાઈટર પ્લેન બનાવવા માટે તૈયાર થઇ જશે.

જો કે ત્યારબાદ મનમોહન સિંહ સરકારમાં આ ડીલ બીજા ત્રણ વર્ષ સુધી અટકેલી રહી. જ્યાં શરૂઆતમાં આ ડીલ માત્ર ૧૨ બિલિયન ડોલરમાં થવાની હતી તે વધીને ૨૦ બિલિયન ડોલર જેટલી થઇ ગઈ હતી.

Previous articleરાહુલ ગાંધીનું કૈલાસ માનસરોવર જવું ભાજપને પચતુ નથી : ગેહલોત
Next articleનિર્માતા સંદીપ સિંહ અને તમિલ નિર્દેશક એલન એ ઇન મલ્ટી-ફિલ્મ ડીલ માટે આપ્યો સહયોગ!