૨૦૨૧ની વસતી ગણતરીમાં OBCના આંકડા એકત્રિત કરાશે

1280

કેન્દ્રની મોદી સરકારે OBC(અન્ય પછાત વર્ગ) માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવા જઇ રહી છે. જેમાં કેન્દ્ર સરકારે ૨૦૨૧ની વસ્તીગણતરીમાં OBCની માહિતી માટે અલગથી પ્રસ્તાવ લાવવામાં આવશે અને તેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે. અન્ય પછાત વર્ગની વસ્તીના આંકડા જાહેર કરવાની માંગણી લાંબા સમયથી વિવિધ નેતાઓ દ્વારા કરવામાં આવી રહી હતી. જેને જોતાં મોદી સરકારનો નિર્ણય તે દિશામાં મહત્વ પૂર્ણ સાબિત થઇ શકે છે.

મોદી સરકારનો આ નિર્ણય ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં પણ OBC મતદારોને મનાવવા માટે કારગર સાબિત થઇ શકે છે. એટલું જ નહીં મોદી સરકારે વસ્તી ગણતરીના નવા આંકડા જાહેર કરવા માટેનો સમય પણ ૫ વર્ષથી ઓછો કરીને ત્રણ વર્ષનો કરી દીધો છે. એટલે કે ૨૦૨૧ની વસ્તીગણતરીના આંકડા ૨૦૨૪માં સામે આવશે.

અત્રે નોંધનીય છે કે ભારતની આઝાદીથી અત્યાર સુધીમાં ક્યારેય દેશની OBC જાતિના ડેટા જાહેર કરવામાં આવ્યા નથી અને તેને મેળવવામાં આવ્યા નથી. લાલુ પ્રસાદ યાદવ જેવા નેતા લાંબા સમયથી અન્ય પછાત વર્ગ માટે લાંબા સમયથી માંગણી કરી રહ્યા છે. જેમાં તેમને વસ્તીને અનુરૂપ આરક્ષણની માંગણી કરી રહ્યા છે. એવી સ્થિતિમાં આ પગલાંથી આ પ્રકારની માંગણીને નવું બળ મળી શકે છે.

જેની માહિતી પણ ત્રણ જ વર્ષમાં સામે આવી જશે.આ માટે ગૃહમંત્રી રાજનાથ સિંહે શુક્રવારે સેન્સસ કમિશ્નર અને ઓફિસ ઓફ રજીસ્ટ્રાર જનરલના કામની પણ સમીક્ષા કરી છે. જેમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી કિરેન રિજિજુ થી લઇ વરિષ્ઠ નેતાઓ હાજર હતા. આ સાથે જ ૨૦૨૧માં વસ્તી ગણતરી સમયે ઘરોનું જિયો ટેગિંગ કરવા માટેનો પણ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે.

એટલું જ નહીં સંસદના ગત સત્રમાં OBC પંચને બંધારણીય દરજ્જો આપવાની ૫૫ વર્ષ જુની માંગણી પૂર્ણ કરવામાં આવ્યો છે.

Previous articleઅમેરિકા H1-B વિઝા પ્રક્રિયામાં કોઈ ફેરફાર નહિ કરે
Next article૨૦૧૮-૧૯ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં GDP દર વધી ૮.૨%