ISSF World Championship: સૌરભે 10મી એર પિસ્ટલમાં જીત્યો ગોલ્ડ

1122

ISSF શૂટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિભમાં ભારતીય શૂટર્સે સારૂ પ્રદર્શન દેખાયું છે. ગુરૂવારે સૌરભ ચોધરીએ 10 મીટર એર પિસ્તલમાં ગોલ્ડ જીતીને કામયાબી હાંસલ કરી હતી. સૌરભે આ સ્પર્ધામાં 245.5 અંક બનાવી પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે. જે તેણે આ વર્ષે જૂનમાં બનાવ્યો હતો. તેની સાથે અર્જૂન સિંહ ચીમાએ પણ આ સ્પર્ધામાં બ્રોન્સ મેડલ જીત્યો છે. 16 વર્ષના સૌરભ ચૌધરીએ હાલમાં ઇન્ડોનેશિયામાં થયેલી 18મી એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં તેણે 10 મીટર એર પિસ્ટલ નિશાનાબાજી સ્પર્ધામાં ફાઇનલમાં જીતી ગોલ્ડ મેડલ જીત્યો હતો.

Previous articleગુજરાત : રાજનીતિની બદલાતી રંગોળી
Next articleકલમ 377 પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો