કલમ 377 પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

1097

દેશની ટોચ કોર્ટે આઇપીસીની કલમ 377 (સમલૈંગિકતા)ને ગેરકાયદેસર જાહેર કરવામાં આવી છે. મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાના નેતૃત્વવાળી સંવૈધાનિક પીઠે બે પુખ્ત વયના વચ્ચે સહમતિ બનાવવામાં આવેલા સમલૈંગિક સંબંધોને ગુનો ગણવામાં આવતી કલમ 377ને નકારી કાઢી છે. કોર્ટે કલમ 377ને મનમાની ગણાવતાં વ્યક્તિગત પસંદને સન્માન આપવાની વાત કહી છે. સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક પીઠે કેસની સુનાવણી કરતાં કહ્યું કે લોકતાંત્રિક વ્યવસ્થામાં પરિવર્તન જરૂરી છે. દેશમાં રહેનારી વ્યક્તિના જીવનનો અધિકાર માનવીય છે, આ અધિકાર વિના બધુ નકામું છે.

આ વર્ષે જુલાઇમાં થઇ હતી સુનાવણી
આ વર્ષે જુલાઇ મહિનામાં 377 પર સુનાવણી કરતાં કોર્ટે ચૂકાદાને પેંડીગ રાખ્યો હતો. આઇપીસીની કલમ 377ની સંવૈધાનિક માન્યતાને પડકારનાર અરજી પર ફક્ત 4 દિવસ સુધી સુનાવણી ચાલી હતી. ગત સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે જો કોઇ કાયદો મૌલિક અધિકારોનું હનન કરે છે તો કોર્ટ એ વાતની રાહ નહી જુએ કે સરકાર તેને રદ કરે.

કેંદ્ર સરકારે પોતાનું વલણ ન કર્યું સ્પષ્ટ
જુલાઇમાં આ મામલે થયેલી સુનાવણી દરમિયાન કેંદ્ર સરકારે કહ્યું હતું કે તે સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક બેંચના વિવેક પર આ વાતને છોડે છે કે તે પોતે નક્કી કરે કે કલમ-377 હેઠળ બે પુખ્તવયના વચ્ચે સમલૈંગિક સંબંધ ગુનો ગણવામાં આવે કે નહી.