અખિલેશ યાદવે કરી ચૂંટણી પ્રચારની શરૂઆતઃ જનસભામાં કોંગ્રેસ-ભાજપને લીધી આડેહાથ

696

મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન અખિલેશ યાદવે ગોંડવાના ગણતંત્ર પાર્ટી સાથે ગઠબંધન કરવાના સંકેત આપ્યા છે.

અખિલેશે શહડોલમાં એક જનસભા સંબોધી હતી જેમા ૧૫થી ૨૦ હજાર લોકો હાજર રહ્યા હતા. અખિલેશે જનસભામાં કોંગ્રેસ અને ભાજપને આડેહાથે લીધી હતી. અખિલેશે જનસભામાં કહ્યુ હતુ કે, બન્ને પાર્ટીને જનતા ચૂંટણીમાં પાઠ ભણાવશે. માનવામાં આવી રહ્યુ છે કે, અખિલેશ બાદ ભાજપા અધ્યક્ષ માયાવતી પણ મધ્ય પ્રદેશમાં ચૂંટણી પ્રચાર માટે જવાની તૈયારી કરી રહ્યાં છે.

Previous articleઅમેરિકા સાથેના સંબંધ હાલમાં સૌથી ખરાબઃ રશિયા વિદેશપ્રધાન
Next articleસોનિયા ગાંધીના વિદેશી મૂળનો મુદ્દો મારી ભૂલઃ તારિક અનવર