હાર્દિક પટેલ દ્વારા અનામત અને ખેડુતો ના દેવા માફી સહિતના મુદ્દા ને લઈ આમરણાંત ઉપવાસ પર છે ત્યારે રાજયભર માથી પાટીદારો અને ખેડુતો તેના સમર્થન મા આવ્યા છે ત્યારે બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન, ડે ચેરમેન અને તમામ ડિરેકટરો હાર્દિક પટેલ ના સમરથન મા પ્રતિક ઉપવાસ નું આયોજન કર્યું હતું .જેમાં સ્પ પહેલા સરદાર ની પ્રતિમાને ફૂલહાર પહેરાવી જય સરદાર જય પાટીદાર ના નારા લગાવ્યા હતા અને ત્યાર બાદ તમામ ડીરેક્ટરો દ્વારા પ્રતિક ઉપવાસ પર બેઠા હતા અને સરકાર વિરુદ્ધ સુત્રોચાર કરી હાર્દિક પટેલ ને સમર્થન આપ્યું હતું.
















