ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ તા.૪ નવેમ્બરના રોજ ભાવનગર આવશે

1067
bvn3112017-15.jpg

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ તા.૪ના રોજ ભાવનગરની મુલાકાતે આવી રહ્યાં છે. તેમની ઉપસ્થિતિમાં સરદારનગર ઓડીટોરીયમ ખાતે શક્તિ કેન્દ્ર વિગેરે બેઠકો યોજાશે. આવી બેઠકોમાં અપેક્ષીત ઉમેદવારોને હાજર રાખવા નિમંત્રણો પણ પાર્ટી દ્વારા મોકલાય રહ્યા છે. પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રીય અધ્યક્ષની હાજરીમાં વિધાનસભાની ચૂંટણીઓ અંગે ઉમે. બાબતમાં પણ પાર્ટીમાં કેટલીક ચર્ચા-વિચારણાઓ થનાર હોવાનું જાણવા મળે છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહના આખા કાર્યક્રમ અંગેની તડામાર તૈયારીઓ પાર્ટી દ્વારા થઈ રહી છે. શહેર પ્રમુખ સનતભાઈ મોદી, મહામંત્રી વનરાજસિંહ ગોહિલ, ધર્મેન્દ્ર મહેતા, રાજુભાઈ બાંભણીયા, મહેશ રાવળ, મેયર નિમુબેન બાંભણીયા સહિતના આગેવાનો કાર્યક્રમ અંગે ભારે વ્યસ્ત હોવાનું જાણવા મળે છે.

Previous articleસગીરાનું અપહરણ કરનાર ફરાર આરોપીને ઝડપી લીધો
Next articleશહેરમાં ગુજરાત વિકાસના હોર્ડિંગ્સ લાગ્યા