સગીરાનું અપહરણ કરનાર ફરાર આરોપીને ઝડપી લીધો

650
bvn3112017-3.jpg

ઘોઘા તાબેના લાકડીયા ગામે રહેતા શખ્સ સગીરાના અપહરણ કરવાના ગુન્હામાં છ વર્ષથી વોન્ટેડ હતો. જેને એસઓજી ટીમે પૂર્વ બાતમી આધારે લાકડીયા ગામેથી ઝડપી લીધો છે.
એસઓજીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી. પરમારના માર્ગદર્શન  હેઠળ એસ.ઓ.જી. શાખાના પોલીસ કોન્સ. રાજદીપસિંહ ગોહિલ, મહિપાલસિંહ ગોહીલ, ધર્મેન્દ્રસિંહ ગોહિલની સંયુક્ત બાતમી આધારે ભાવનગર જીલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશનમાં લાકડીયા ગામેથી વર્ષ ૨૦૧૧ માં સગીરાના અપહરણના ગુન્હામાં વોન્ટેડ આરોપી મુકેશભાઇ ભુપતભાઇ મકવાણા/કોળી ઉ.વ.૨૬ રહે. લાકડીયા તા. ઘોઘા જી. ભાવનગર હાલ પાણીયારી તા. ઘોઘા જી. ભાવનગર વાળાને ભાવનગર-તળાજા રોડ લાકડીયા ગામના પાટીયા પાસેથી પકડી પાડી જરૂરી કાર્યવાહી કરી ઘોઘા પોલીસ સ્ટેશનમાં સોંપી દીધેલ છે. 

Previous articleનારી ગામે પંચાયતીરાજ પાછુ આપોના ઠેર-ઠેર બેનરો લાગ્યા
Next articleભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ તા.૪ નવેમ્બરના રોજ ભાવનગર આવશે