રાસ ગરબા સ્પર્ધામાં કલાપથ સંસ્થા પ્રથમ

842

કલાપથ સંસ્થા ભાવેણાની લાડકી અને લોકચાહિતી, લોકપ્રિય સંસ્થાના ભાઈઓ-બહેનોના મિશ્રરાસમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ વિજેતા બની ભાવેણા નગરીનું નામ ઉજાગર કરીયું કલાપથ સંસ્થાની આ સફળતા પાછળ તેના કલાકારની અથાગ મહેનત રંગ લાવી ગણાવી શકાય. જેમા કુશલ દીક્ષિત મૃણાલ દીક્ષિત, ચંદ્રસિંહ ગોહિલ, અંકિત મકવાણા, ચિરાગ રાઠોડના સતત માર્ગદર્શન મળતું રહ્યું હતું. આ કૃતિમાં વિજય સુવા, શ્રેયાંક ગોહિલ, સિધ્ધાર્થ મકવાણા, અક્ષય મકવાણા, ધર્મેશ મુંજપરા, નીરવ રાઠોડ, કુલદિપ ચાવડા, નેહા મણીયાર, અવની મણીયાર, ડિમ્પલ ખંધેડીયા, નિમિષા યાદવ, વાણી શાહ, ઋતુ મકવાણા જેવા કલાકારોએ આ સિધ્ધી મેળવવામાં મહત્વનો ભાગ ભજવ્ય છે.

Previous articleલખનૌથી અયોધ્યા સુધીની કુચ માટે શંખનાદ કાર્યક્રમ પાલીતાણામાં યોજાયો
Next articleલોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા જિલ્લાકક્ષાનો નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ યોજાયો