હાદાનગરમાં થયેલ મારામારીમાં ઈજાગ્રસ્ત યુવાનનું સારવારમાં મોત

1266

શહેરના હાદાનગર વિસ્તારમાં બે દિવસ પુર્વે રસ્તે ચાલવા બાબતે થયેલ મારમારીમાં ઈજાગ્રસ્ત યુવાનનું આજરોજ સારવાર દરમ્યાન હોસ્પિટલ બિછાને મોત નિપજતા પોલીસે બે શખ્સો વિરૂધ્ધ હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ શહેરના ગઢેચી વડલા સ્નેહમીલન સોસાયટીમાં રહેતા સાબીરભાઈ સત્તારભાઈ શાહ (ઘાંચી) (ઉ.વ.૩પ) ગત તા. ૧૮ના રોજ હાદાનગર વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે ભાવીન જગદીશભાઈ ચૌહાણ અને રાકેશ ધનજીભાઈ ચૌહાણ રે. બન્ને હાદાનગર વાળાએ સાબીરભાઈને અટકાવી અહીંયાથી કેમ ચાલે છે તેમ કહી લોખંડના પાઈપ અને છરી વડે હુમલો કરી માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. બનાવમાં ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સર.ટી. હોસ્પિટલ ખસેડાયો હતો અને પોલીસે ઈજાગ્રસ્ત યુવાનની માતા જેનુબેન શાહની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરતાં આજરોજ યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. પવોલીસે ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

Previous articleઆઠ ચોરાઉ મોબાઈલ સાથે રંઘોળા ગામનો મોરલો ઝડપાયો
Next articleજીપીએસસીની પરીક્ષા યોજાઈ