એમ.કે.ભાવ યુનિવર્સિટીમાં ચૂંટણી મુદ્દે સર્જાયેલ વિવાદમાં અંતે સમાધાન

993

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં સેનેટ સભ્યોની ચૂંટણી મુદ્દે એનએસયુઆઈ અને યુનિ સત્તાવાળાઓ વચ્ચે સર્જાયેલ ગજગ્રહ અંતે શમી જવા પામ્યો છે. બન્ને તરફી સમાધાનકારી વલણ અપનાવતા વિવાદનો અંત આવ્યો છે.

આગામી દિવસોમાં સર.એમ.કે.  ભાવનગર યુનિ. ખાતે સેનેટ સભ્ય્‌ તથા સામાન્ય્‌ ચૂંટણી યોજાનાર છે. વિવિધ વિદ્યાશાખાની આ ચૂંટણી યુનિ, ચૂંટણી પંચના નિયમો તથા પારદર્શક પધ્ધતિથી યોજવા અને ઉમેદવારી ફોર્મ નિયમ મુજબ ભરાયેલા હોય તેવી માંગ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવી હતી પરંતુ આ બાબતે યુનિ. સત્તાવાળાઓ દ્વારા કોઈ લક્ષ ન આપતા એનએસયુઆઈના સભ્યોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. તથા ફોર્મ ચકાસણી અટકાવી આ બાબતે સત્તાવાળાઓએ એ-ડીવીઝન પી.આઈ. સહિતનાને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને વિવાદ ઘેરો બન્યો હતો. પરંતુ તત્કાલ કુલ સચિવ કુલપતિ સહિતનાઓએ હસ્તાક્ષેપ કરી એનએસયુઆઈના સભ્ય્‌ સાથે મિટીંગ યોજાી ચૂંટણી સંદર્ભે મુદ્દાઓ તથા માંગ અંગે ચર્ચાના અંતે યોગ્ય અમલવારીની ખાત્રી આપતા મામલો શાંત પડ્યો હતો. આથી પોલીસ તંત્ર તથા યુનિ.એ રાહતનો દમ લીધો હતો.

Previous articleજિલ્લામાંથી તડીપાર કરેલ નવા રાજપરાનો શખ્સ ઝબ્બે
Next articleસોનગઢમાં વિરાટ બાહુબલી