જીએસટીની આવક વધારવા કવાયત કરદાતાઓને ચાર વર્ગમાં વિભાજીત કરાશે

627

કેન્દ્ર સરકાર જી.એસ.ટી. હેઠળ કર વસુલાત વધારવા કરદાતાઓ ને ચાર વર્ગમાં વહેંચવાની તૈયારી કરી રહી છે. જેમાં જાણી જોઇને કર ન આપનાર અને ઇમાનદાર કરદાતાઓ માટે અલગ અલગ રણનિતી અપનાવાઇ છે. આના માટે કેન્દ્રીય અપત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડ કરદાતાઓની ટેકસ ચુકવવાની પેટર્નનો અભ્યાસ કરીને એક વિશેષ ટીમ તૈયાર કરશે. આ  ટીમ ફીલ્ડમાં રહેલા અધિકારીઓને જણાવશે કે કરદાતાઓને કયા વર્ગમાં મુકવા અને તેમની પાસેથી કઇ રીતે કામ લેવું કરદાતાઓને કર ચુકવવાની પેટર્ન ના આધારે તેમને ડીસએન્ગેજડ રેસીસ્ટર્સ, ટ્રાયર્સ અને સપોર્ટર્સ એવી ચાર શ્રેણીમાં વિભાજીત કરાયા છે. યોજના અનુસાર અજાણતા કર ન ચુકવનાર પ્રત્યેુ કર વિભાગ નરમ વલણ અપનાવશે અને તેમને કરના કાયદાઓનું પાલન કરીને કર ચુકવવાનું કહેવામાં આવશે.

તેમને ઇમેલ કરીને યાદ દેવડાવવામાં આવશે, તેમને હપ્તાથી ટેક્ષ ભરવા જોગવાઇઓ વિશે પણ જણાવવામાં આવશે, આનાથી કર વસુલાતના મામલાઓ ઝડપથી નિપટાવવામાં મદદ મળશે, અને દરેક કેસને બીન જરૂરી રીતે કાયદેસરની કાર્યવાહીમાં ખેંચવાની ઝંઝટ નહી રહે.

જીએસટી હેઠળ રાજયોને પાંચ વર્ષ સુધી વળતર આપવાની ગેરંટી, રાજકોષીય  ઘટ વધવી જેવા કારણોથી સરકારની ચિંતા વધી છે, જીએસટી પરિષદે લગભગ ૩૦૦ થી વધારે ઉત્પાદનો પર કર પણ ઘટાડયો છે, જેના લીધે કરની આવક પણ ઘટી છે. એટલે ટેકસની વસુલાત વધારવા માટે નવા નવા રસ્તા અજમાવાઇ રહયા છે.

Previous articleજાપાનની રાજકુમારીએ શાહી પરિવારનો ત્યાગ કર્યો, સામાન્ય નાગરિક સાથે કર્યા લગ્ન
Next articleમોદી સરકાર-રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા વચ્ચે અણબનાવ….!!?