‘ભારત’ની શૂટિંગ દરમિયાન સલમાન ખાન થયો ઇજાગ્રસ્ત

1038

સલમાન ખાન અને કેટરિના કૈફ હાલ પોતાની આગામી ફિલ્મ ’ભારત’નું પંજાબમાં શૂટિંગ કરી રહ્યા છે. ફિલ્મના સેટ પરથી મળેલા સમાચાર અનુસાર સલમાન ખાન શૂટિંગ દરમિયાન ઘવાયો છે, અને ઇલાજ માટે મુંબઇ પાછો ફર્યો છે. લુધિયાનામાં આ ફિલ્મના શૂટિંગ માટે વાઘા બોર્ડરનો સેટ તૈયાર કરવામાં આવ્યો છે.  સૂત્રની વાત સાચી માનીએ તો સલમાન ખાન પંજાબમાં ’ભારત’ના શૂટિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થયો છે.તેથી તે ઇલાજ કરાવવા માટે શૂટિંગ છોડીને મુંબઇ પાછો ફર્યો છે. જોકે તેની ઇજા બદલ કોઇ ે વધુ માહિતી મળી નથી. પરંતુ સૂટ પર હાજર રહેલા સૂત્રોના મુજબ, તે પંજાબમાં ફિલ્મ ’ભારત’ના શૂટિંગ દરમિયાન  ઘાયલ થયો છે.  સલમાન મુંબઇ સારવાર માટે આવી ગયો છે અને પૂરો સાજો થયા બાદ જ તે શૂટિંગમાં જોડાવાનો છે. સલમાનની ઇજા બાબતે કોઇ  પુષ્ટિ  થઇ નથી. કહેવાય છે કે હાલ આ ફિલ્મનું ફાઇનલ શેડયુલ થઇ રહ્યું હતું. જેમાં દેશના વિભાજનનો હિસ્સો શૂટ કરવામાં આવી રહ્યો હતો.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleપ્રિયંકાનો ભાવી પતિ ટાઈપ-૧ ડાયાબિટીસથી પીડિત છે…!!