તળાજા  એચડીએફસી બેંકના સ્થાપના દિન નિમિત્તે રકતદાન કેમ્પનું આયોજન

599

તળાજા શહેર ખાતે એચ.ડી.એફ.સી. બેંક દ્વારા સ્થાપના દિન તા. ડિસેમ્બરના રોજ સતત પમાં વર્ષ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર બ્લડ બેંકના સહયોગ થકી શહેરના બાપા ચોક ખાતેની બેંક શાખા ખાતે થયેલ માનવતાના કાર્યમાં તળાજાના તબિબ ડો. વાળા, બેન્ક મેનેજર કાર્તિક રાવલ અને રાકેશભાઈ માધવાણીની ઉપસ્થિતિમાં ૧ર૧ જેટલા રકતદાતાઓએ રકતદાન કરીને બ્લડ કેમ્પને સફળ બનાવ્યો હતો. બેંકના તમામ શાખા પરિવાર તેમજ સેવાભાવીઓનો સક્રિય સહયોગ મળ્યો હતો.

Previous articleરતનપર ઓ.પી.ના પો.કો.નો વિદાય સમારોહ
Next articleવેજોદરીથી દાઠા નવા બનતા રોડની મુલાકાતે બાંધકામ ચેરમેન