ઓપનિંગ જોડી ઓસ્ટ્રેલિયામાં સારું પ્રદર્શન કરે તે જરૂરી : સચિન તેંદુલકર

782

ભારત સામે ૬ ડિસેમ્બરથી શરૂ થતી ટેસ્ટ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાની ટીમમાં સ્ટિવ સ્મિથ અને ડેવિડ વોર્નરની ગેરહાજરી હોવા છતાં મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સ ઘરેલુ સ્થિતિનો લાભ ઉઠાવી ભારતીય બેટ્‌સમેનોને પરેશાન કરી શકે છે. ક્રિકેટના ભગવાન ગણાતાં ભારતના પૂર્વ ખેલાડી સચિન તેંડુલકરે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ જીત માટે મંત્ર આપ્યો છે.

સચિને કહ્યું કે, ઓસ્ટ્રેલિયામાં ઓપનિંગ જોડી સારું પ્રદર્શન કરે તે જરૂરી છે. જ્યારે તમે આવી જગ્યાએ રમવા જાવ ત્યારે ઓપનિંગ જોડી મહત્વની બની જાય છે. ક્યારેક ત્રીજા તો ઘણી વખત ચોથા નંબરના બેટ્‌સમેન જલદી મેદાન પર આવવું પડે છે. વિદેશમાં ટોચના ત્રણ બેટ્‌સમેનોની જવાબદારી શરૂઆતની ૩૦ ઓવરનો સામનો કરવાની હોય છે. ૪૫ વર્ષીય માસ્ટર બ્લાસ્ટરે કહ્યું કે, તમે ક્યાં રમી રહ્યા છો તેના પર બધુ નિર્ભર હોય છે. મેં ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા કહ્યું હતું કે શરૂઆતની ૪૦ ઓવર મહત્વની હોય છે. કારણકે તે બાદ બોલ નરમ પડવા લાગે છે. બોલ સ્વિંગ થાય છે પરંતુ તમારી પાસે ક્રિઝ પર ઉભા રહેવાનો સમય હોય છે.

Previous articleઓલમ્પિકમાં ક્રિકેટની એન્ટ્રી માટે ટી-૧૦ ફોર્મેટ આદર્શ : આફ્રીદી
Next articleઆંતરરાષ્ટ્રીય ટીમનું સંચાલન કરવાની ગ્રેગ ચૅપલને ગતાગમ જ નહોતીઃ લક્ષ્મણ