પર્થની પિચને એવરેજ રેટિંગ મળતાં સચિન તેંડુલકર નારાજ

839

પર્થમાં બીજી ટેસ્ટ મેચ હારીને વાપસી માટે બેતાબ ભારતીય ક્રિકેટ ટીમ ૨૬ ડિસેમ્બરથી મેલબર્નમાં શરૂ થનારી ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ વખત બોક્સિંગ ડે ટેસ્ટ મેચ જીતીને સીરીજમાં ફરીથી આગળ વધવાની કોશિશ કરશે. એવામાં ભારતના પૂર્વ દિગ્ગજ બેટ્‌સમેન વીવીએસ લક્ષ્મણનું માનવું છે કે ૪ ટેસ્ટ મેચોની સીરીજમાં ભારત ૩-૧થી જીતશે.

લક્ષ્મણે એક વેબસાઇટને કહ્યું કે હુ આ સીરીઝમાં ભારતના પક્ષમાં ૩-૧થી ખતમ થવાની આશા રાખુ છું, મને ઓસ્ટ્રેલિયા સ્થિતિમાં કોઇ ડ્રો દેખાતો નથી. મને લાગે છે કે ભારતની પાસે સારી તક છે અને હું આવું એટલા માટે નથી કરી રહ્યો કારણકે ઓસ્ટ્રેલિયા ટીમથી સ્ટીવન સ્મિથ અને ડેવિડ વાર્નર નથી. હું એટલા માટે કહી રહ્યો છું કારણકે તેમનામાં ક્ષમતા છે. ઇંગ્લેન્ડમાં મારી વાત પૂર્ણ રીતે ખોટી રહી. મને લાગતું હતું કે ભારત ૪-૧થી જીતશે. પરંતુ મને લાગે છે કે તેમનામાં ક્ષમતા છે.

ઓસ્ટ્રેલિયામાં સીરીજની પહેલી મેચ એડિલેડમાં ભારતે ૩૧ રનથી જીતતુ હતું. પર્થના નવા સ્ટેડિયમમાં રમવામાં આવેલી બીજી ટેસ્ટ મેચમાં ૧૪૬ રનથી જીત હાંસલ કરી ઓસ્ટ્રેલિયાએ સીરીજમાં ૧-૧થી બરાબરી કરી લીધી અને ભારતને હારનો સામનો કરવો પડ્યો.

Previous articleઆ કારણે મહિલા ક્રિકેટ ટીમના કોચ બને છે પુરુષ ખેલાડી
Next articleનસીરૂદ્દીન શાહ સમાજમાં ઝેર ઘોળવાનું કામ કરી રહ્યા છે : સાક્ષી મહારાજ