અયોધ્યામાં ચાલી રહેલી માનસ- ગણિકા રામકથાના છઠ્ઠા દિવસે કથામાં ઉપસ્થિત ગણિકા (સેકસ વર્કર)ને સંબોધીત કરતા બાપુએ કહ્યું હું ઈચ્છુ કે બહેન – બેટીઓ જો કુટુંબ પરિવાર વાળી હોય અનેત ેમની પુત્રીઓને આ વ્યવસાયમાંથી બહાર લાવી લગ્ન વિવાહ સંસ્કાર કરાવવા ઈચ્છે તો આવી ૧૦૦ દિકરીઓનો વિવાહ કરાવવાની જવાબદારી હું એટલે કે તલગાજરડા લેવા તત્પર છે. એવો એક સંકલ્પ છે. તેના માટે લગ્નની વિધી એટલે કે મુરતિયા શોધી કે આપ પધારો આપણે આ ભગવદ કાર્ય માટે રાજી છીએ.
કથામાં દરરોજ ઉપસ્થિત રહેતા રામજન્મભુમિ ન્યાસના અધ્યક્ષ નિત્યગોપાલ દાસ બાપુને આ મંગલ પર્વમાં આર્શિવાદક ઉપસ્થિતી માટે આમંત્રણ પણ પાઠવ્યું લોકગાયક કિર્તીદાન ગઢવીએ આ વિવાહ સંસ્કારમાં પોતે લગ્નગીતોની રમઝટ બોલાવવાની તૈયાર બતાવી. દરમ્યાન કથા મંડપમાંથી એક વ્યક્તિએ કોઈ કચ્છના યુવકની આવી કન્યા સાથે લગ્ન કરવાની સંમતિ આપવાની જાહેરાત થઈ.
ગણિકા બહેનો માટે ચાલી રહેલા પુનરાત્થાન યજ્ઞમાં આજે વધુ ૭૯ લાખનો ઉમેરો થતા આ રકમ પ કરોડ ૧૭ લાખની થઈ અસાધારણ પ્રતિસાદથી આપી રહેલા દન પ્રવાહને હવે શનિવારના બદલે શુક્રવાર સુધી જ સ્વીકારવાની જાહેરાત કરવામાં આવી. આ આંકડો ૭ કરોડથી પાર નિકળી જવાની સંભાવના વર્તાઈ રહી છે. આજની કથામાં લોકગાયકો અને સાહિત્યકારોથી પણ વશિષે ઉપસ્થિતી હતી.
















