બલુંદશહર હિંસાનો મુખ્ય આરોપી યોગેશ રાજ એક મહિના બાદ ઝડપાયો

949

ઉત્તર પ્રદેશના બુલંદશહર જિલ્લામાં કથિત ગૌહત્યાની ઘટનાને લઈને ગયા વર્ષે ૩ ડિસેમ્બરે ભડકેલી હિંસાના આરોપી અને બજરંગ દળના જિલ્લા સંયોજક યોગેશ રાજની ધરપકડ થઈ છે. હિંસાની ઘટનાના એક મહિના બાદ તે પોલીસની પકડમાં આવ્યો છે.

ભીડ દ્વારા હિંસાની આ ઘટનામાં પોલીસ ઇન્સ્પેક્ટર સુબોધકુમાર સિંહની હત્યા કરી દીધી હતી. યોગેશ રાજ પર હિંસક ભીડને ભડકાવવાનો આરોપ છે. સૂત્રો મુજબ, નેતાઓના સહયોગ બાદ યોગેશની ધરપકડ કાલે રાતે થઈ શકી છે. ઉલ્લેખનીય છે કે યોગેશ રાજ બજરંગ દળનો જિલ્લા સંયોજક છે. જોકે, પોલીસે યોગેશની ધરપકડનો ખુલાસો નથી કર્યો. મળતી જાણકારી મુજબ, હિંસાના મુખ્ય આરોપી યોગેશની ધરપકડ પર એસએસપી પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે.

આ પહેલા મંગળવારે બુલંદશહરમાં સ્યાના હિંસા મામલે પોલીસને મોટી સફળતા હાથ લાગી હતી. પોલીસે ઇન્સ્પેક્ટરની હત્યા મામલામાં પ્રશાંત નટની ધરપકડ કર્યા બાદ એક અન્ય આરોપી કલુઆની ધરપકડ કરી લીધી. આરોપ છે કે હિંસાના દિવસે આરોપી કલુઆએ કુહાડીથી ઇન્સ્પેક્ટરને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. ત્યારબાદ પ્રશાંત નટે તેમને ગોળી મારી હતી. ઉલ્લેખનીય છે કે, સ્યાના હિંસા મામલે અત્યાર સુધી ૩૦ આરોપીઓની પોલીસ ધરપકડ કરી ચૂકી છે.

Previous articleસબરીમાલા વિવાદ : કેરળમાં બંધ દરમિયાન હિંસાથી સ્થિતિ વણસી
Next articleખેડુતોને પાકની કાપણી પહેલા ભાવ જણાવાશે