તળાજા પ્રા.શાળામાં બાળકોને પતંગનું વિતરણ

548

આગામી તા. ૧૪ જાન્યુઆરી મકરસંક્રાંતિ નિમિત્તે તળાજાની તમામ પ્રાથમિક શાળાના બાળકોને તળાજા શહેર ભાજપ અને ભાવનગર જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ અમુલભાઈ ચૌહાણ દ્વારા પતંગનું વિતરણ કરવામાં આવ્યું હતું. પતંગ વિતરણના આ કાર્યક્રમમાં તળાજા શહેર પ્રમુખ પરેશભાઈ જાની, પુર્વ શહેર પ્રમુખ એ.બી.મેર, ન.પા. ઉપપ્રમુખ આઈ.કે.વાળા, મુકેશભાઈ દવે, રમેશભાઈ ભાલીયા સહિત તમામ શહેર ભાજપના આગેવાનો જોડાયા હતાં.

Previous articleબરવાળાના ચોકડી ગામના પાટિયા પાસે અકસ્માતમાં એકનું કરુણ મોત
Next articleગુજરાતી લેખક મંડળની કારોબારીની રચના