આઇપીએલ ફ્રેન્ચાઇઝી મુંબઇ ઇન્ડિયંસએ બીસીસીઆઈને ભલામણ કરી છે કે હાર્દિક પટેલને લઇને ચાલી રહેલી તપાસ જલ્દી સમાપ્ત કરે અને કોઇ નક્કી કારણ પર પહોંચે. આઇપીએલમાં હાર્દિક પંડ્યા મુંબઇ ઇન્ડિયંસ માટે રમે છે અને એટલા માટે જ આ ફ્રેન્ટાઇઝી ઇચ્છે છે કે આઇપીએલનું નવું સત્ર ચાલું થાય તે પહેલા હાર્દિકને લઇને કોઇ એક નિર્ણય લેવામાં આવે.
જ્યારે આ વિશે રિલાયંસ ઇંડસ્ટ્રીઝના સીઇઓ સુંદર રમનને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે આ મામલે એમઆઇએ બીસીસીઆઈ સાથે કોઇપણ જાતની વાતચીત કરી નથી. એક ટૉક શૉ દરમિયાન મહિલાઓને લઇને વિવાદિત ટિપ્પણીઓને લઇને હાર્દિક અને રાહુલના ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જેના કારણે ઑસ્ટ્રેલિયાના પ્રવાસ પરથી બન્ને ખેલાડીઓને ભારત પરત બોલાવી લેવામાં આવ્યા હતા અને જ્યાં સુધી આ મામલે કોઇ નિર્ણય ન આવે ત્યાં સુધી આ બન્ને ખેલડીઓને ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જ્યારે આ સીવાય સૌરવ ગાંગુલી સહિત ઘણા ક્રિકેટરનું માનવું છે કે ખેલાડીઓને સજા આપીને આગળ વધી જવું જોઇએ.

















