મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો આજે ૪૨મો જન્મદિવસ

834

ભાવ.રેસીડેન્સીયલ યુનિવર્સિટી એ ભાવનગરના પ્રજાવત્સલ રાજવી મહારાજ કૃષ્ણકુમારસિંહજીનું એક સ્વપ્ન હતું. આ માટે તેમણે પર્યાપ્ત જમીન ફાળવેલી હતી. પરંતુ રાજકીય કાવાદાવા અને ભાવનગરની નબળી નેતાગીરીએ આ સ્વપ્ન અધુરૂં રાખ્યું . જે તે સમયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અસ્તિત્વમાં આવી અને તેનું વડુ મથક રાજકોટ અપાયું અને નામ ખાતર કુલનાયકની જગ્યા ભાવનગરને આપી. સૌરાષ્ટ્ર યુનિ.નું ઉપમથક ભાવનગર રખાયું. ભાવનગરને વડુ મથક બનાવવા ઉગ્ર આંદોલનો વિદ્યાર્થીઓએ કર્યો. તત્કાલીન રાજકીય આગેવાનોને બરોબરના ભીંસમાં લીધા અને તા.૨૪-૦૫-૧૯૭૮ના રોજ કાયદાની રૂએ ભાવનગર યુનિવર્સિટી અમલમાં આવી.

આજે ૨૪-૦૫-૧૯ના રોજ ભાવનગર યુનિ. જે બેચાર વર્ષ પહેલા ભાવનગરના કેટલાક લતુડા સેનેટ સભ્યોના પ્રયત્નોથી નવા નામ સાથે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. ના નામે ૪૧ વર્ષ પૂર્ણ કરી ૪૨માં વર્ષમાં પ્રવેશશે.

આ યુનિ.ના આરંભકાળે શરૂઆતના ૧૫-૨૦ વર્ષના ગાળામાં આવેલા સાચા અર્થમાં ેજેને શિક્ષણકારો કહી શકાય તેવા ડા.રમણભાઇ ત્રિવેદી, ડા.આઇ.જે.ધ્રુવ, ડોલરભાઇ વસાવડા, સાંયન્ટીસ્ટ ડા.વિનયકાંત શાહ, ડા.નિરંજનભાઇ દવે, ડા.ગાયત્રી પ્રસાદ ભટ્ટ, ડા.વિદ્યુત જોશી, ડા.બી.કે.ઓઝા અને ડા.નરેશ વેદ ૨૦૦૫ પછી ભાવ. યુનિ.માં બધા રાજકીય સુબાઓની નિમણુંક થવા માંડીજેના કારણે ભાવ. યુનિ. વિકાસની દ્રષ્ટીએ ૨૦ વર્ષ પાછળ પડી ગયું. ૨૦૦૭માં આવેલ નેકની ટીમે આ યુનિ.ને બી ગ્રેડ આપ્યો. ૨૦૧૨માં આ ગ્રેડની મુદત પૂર્ણ થઇ. ૨૦૧૪માં ફરી નેકના પ્રમાણીકરણ માટે યુનિ.એપ્લાઇ થઇ અંતે ૨૦૧૭માં નેકની ટીમ આવી પરંતુ યુનિ.ના શૈક્ષણિક હાલ જોઇને નેક ની ટીમે આ યુનિ.ને સી ગ્રેડ આપ્યો છે. હવે અત્યારના સંજોગોમાં યુજીસીન નિયમોને આધીન સી માંથી અપગ્રેડ થઇને બી અથવા બી પ્લસ ગ્રેડ ન મળે તો યુનિ. પીએચ.ડી., અને એમ.ફીલની ડીગ્રી નહીં આપી શકે. અને ડેવલપમેન્ટ ગ્રાંટ અટકી પડશે. તેવા સંજોગો ઉભા થયા છે. ત્યાર આજે ૧૧૭ કોલેજો, ૨૧ પોસ્ટ ગ્રેજ્યુએટ ભવનો, ૫૯ પીજી સેન્ટરો, ૩૨ ડીપ્લોમાં પીજી, અભ્યાસક્રમ સેન્ટરો, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની એપ્રુવ્ડ અને રેકેગ્નાઇઝ સંસ્થાઓ, અને ૨૭ જેટલી એક્સટેન્શનના જોડાણ ધરાવતી આ યુનિ. સર્વ ક્ષેત્રે વિકાસના નામે અનેક રીતે પાછળ રહી ગયેલ છે.

ત્યારે તાજેતરમાં વિકાસની ચેલેન્જ લઇને આવેલા આ યુનિ.ના ૧૫માં કુલપતિ ડા.મહિપતસિંહ ચાવડાએ હાથ ધરી છે. એક લેવલની યુનિ. પ્રસ્થાપીત કરવા કવાયત હાથ ધરી છે. જેમાં યુનિ.ને નાણાકીય સધ્ધરતા બક્ષવા, નેકનો ઉચ્ચત્તમ ગ્રેડ હાંસીલ કરવા યુનિ.ભવનના વડાઓને કમર કસવાનું કહ્યું છે. મહાવિદ્યાલયમાં એવું વાતાવરણ ઉત્સુક કરવાના પ્રયાસો સઘન રીતે હાથ ધર્યા છે. વિદ્યાર્થીઆને યુનિ. છોડી બીજે જવું ન પડે, વિવિધ પ્લેસમેન્ટ સેલને રીએકટીવ કર્યો છે. પરીક્ષામાં ચાર સ્તરીય સુપર વીઝન સીસ્ટમ ઉભી કરી છે. શૈક્ષણિક સ્તર ઉચ્‌ુ ુ લાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. પ્રવેશ અને પરીક્ષાના પરિણામોના પ્રશ્નો સુધારવા લક્ષ્ય સાધ્યું છે. એપ્રિલથી યુનિ.ની નિયમિત પરીક્ષાઓ લેવાય અને જુના પ્રારંભે પરિણામો જાહેર થાય તેવા આયોજનો હાથ ધર્યા છે. સંશોધનનો જારે થાય તેવા આયોજનો હાથધરાય છે. સશોધનનો, શૈક્ષણિક પ્રસાધનનો, ગ્રંથાલય અપડેટેશન, રાજ્ય રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સ્તરના સેમીનારો કાર્યશાળા વગેરેને પ્રોત્સાહક બળ પૂરૂ પાડનારા આયોજનો હાથ ધરી યુનિ.ના આઇક્યુ એ,સી.ના માળખાને દમદાર બનાવ્યું છે. આમ આ નવેરા કુલપતિ ચાવડા દ્વારા જે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તેમાં રાજ્ય સરકારનો યોગ્ય સધીયારો પ્રાપ્ત થશે. તો યુનિ. વિકાસના પાછલા ૨૦ વર્ષમાં ગાળામાંથી બહાર આવી નેકનું યોગ્ય ગ્રેડેશન પ્રાપ્ત કરી શકશે. અને તેના ૪૨ માં વર્ષમાં પૂર્ણ કળાએ ખીલશે.           સંકલન : કાળુભાઇ દવે

Previous articleઅમરેલી બેઠક ઉપર ભાજપનાં નારણ કાછડીયાનો ભવ્ય વિજય
Next articleભાવનગરનાં ગૌરવ સમાન વિકટોરીયા પાર્કનો આજે ૧૩૨મો જન્મદિન ઉજવાશે